Friday, 19/04/2024
Dark Mode

દે.બારિયા તાલુકાના વાવ લવારીયા ગામે બોલેરો ગાડીથી મોટરસાયકલનો અકસ્માત સર્જી યુવકની હત્યાં કરાઈ..

October 25, 2022
        1830
દે.બારિયા તાલુકાના વાવ લવારીયા ગામે બોલેરો ગાડીથી મોટરસાયકલનો અકસ્માત સર્જી યુવકની હત્યાં કરાઈ..

ઇરફાન મકરાણી, દેવગઢ બારિયા

 

દે.બારિયા તાલુકાના વાવ લવારીયા ગામે બોલેરો ગાડીથી મોટરસાયકલનો અકસ્માત સર્જી યુવકની હત્યાં કરાઈ..

 

દાહોદ તા.૨૫

 

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના વાવ લવારીયા ગામે અગાઉના ઝઘડાની અદાવત રાખી બોલેરો ગાડીના ચાલકે મોટરસાઈકલના ચાલકને અડફેટમાં માર્ગ અકસ્માતમાં મોતને ઘાટ ઉતાર્યા હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાંતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

 

દેવગઢ બારીઆ તાલુકાના લવારીયા ગામે વાવ ફળિયામાં રહેતાં દિનેશભાઈ કોયાભાઈ બારીયા તથા તેમના ગામમાં રહેતાં વનરાજભાઈ લક્ષ્મણભાઈ બારીઆનાઓના પરિવાર વચ્ચે અવાર નવાર ઝઘડો તકરાર ચાલતો હતો. અગાઉ વનરાજભાઈ સાથે મારામારી પણ કરવામાં આવી હતી અને ત્રણથી ચાર વાર દિનેશભાઈએ પોતાના કબજાની બોલેરો ગાડીથી વનરાજભાઈ ઉપર બોલેરો ગાડી ચઢાવી દેવાના પ્રયત્નો પણ કરવામાં આવ્યાં હતાં ત્યારે ફરીવાર આ ઝઘડાની અદાવત રાખી ગત તા. ૨૩મી ઓક્ટોમ્બરના રોજ દિનેશભાઈએ પોતાના કબજાની બોલેરો ગાડી લઈ વાવ લવારીયા ગામે રોડ ઉપરથી પસાર થઈ રહ્યાં હતાં અને તે સમયે ત્યાંથી વનરાજભાઈ તથા તેમની સાથે વિવેકભાઈ લક્ષ્મણભાઈ બારીઆ મોટરસાઈકલ લઈ પસાર થતાં હતા તે સમયે દિનેશભાઈએ વનરાજભાઈને મારી નાંખવાના ઈરાદે પોતાના કબજાની બોલેરો ગાડી વનરાજભાઈની મોટરસાઈકલ ઉપર ચઢાવી દેતાં વનરાજભાઈ અને તેમની સાથેના વિવેકભાઈ મોટરસાઈકલ પરથી ફંગોળાઈ નજીકમાં આવેલ ગટરમાં પડી ગયાં હતાં અને તે સમયે ફરીવાર દિનેશભાઈએ પોતાના કબજાની બોલેરો ગાડી રિવર્સમાં લઈ આવી વિવેકભાઈને મારી નાંખવાને ઈરાદે તેઓની ઉપર બોલેરો ગાડી ચઢાવી દેતાં વિવેકભાઈને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેમનું મોત નીપજ્યું હતું.

 

આ સંબંધે ઈજાગ્રસ્ત વનરાજભાઈ લક્ષ્મણભાઈ બારીઆએ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!