સુમિત વણઝારા
દેવગઢ બારિયા તાલુકાના ભડભા ગામે ગ્રીન રિસોર્ટમાં ચોરી: તસ્કરો 1.89 લાખની રોકડ રકમ પર હાથફેરો
દાહોદ તા.૧૫
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના ભડભા ગામે રાત્રાની સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી એક હોટલનું તાળુ તોડી હોટલમાંથી રોકડા રૂપીયા ૧,૮૯,૦૦૦ની રોકડની ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ચકચાર મચી જવા પામી હતી.
ગત તા.૧૩મી જુનના રોજ દેવગઢ બારીઆ નગરમાં સિધ્ધિ વિનાયક પાર્ક રાધે ગોવિંદ મંદિર રોડ ખાતે રહેતાં સુમિતભાઈ ભરતભાઈ કલાલની દેવગઢ બારીઆ તાલુકાના ભડભા ગામે આવેલ ગ્રીન રિસોર્ટ હોટલમાં અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી હોટલમાં ઓફિસની પ્લાય તોડી કાઉન્ટર ટેબલનું ડ્રોવરનું લોક કોઈ હથિયાર વડે તોડી ડ્રોવરમાં મુકી રાખેલ રોકડ રૂપીયા ૧,૮૯,૦૦૦ અને એક મોબાઈલનું ચાર્જર મળી કુલ રૂા. ૧,૯૦,૫૦૦ની મત્તાની ચોરી કરી અજાણ્યા ચોર ઈસમો નાસી જતાં આ સંબંધે સુમિતભાઈ ભરતભાઈ કલાલે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.