Thursday, 25/04/2024
Dark Mode

હવસખોરે હદ પાર કરી:દેવગઢ બારીઆની સગીરા અઢી વર્ષે હવસખોરની ચુંગાલમાંથી છુટી ઘરે આવી, શાળાએ જતાં કર્યુ હતું અપહરણ

May 24, 2022
        1262
હવસખોરે હદ પાર કરી:દેવગઢ બારીઆની સગીરા અઢી વર્ષે હવસખોરની ચુંગાલમાંથી છુટી ઘરે આવી, શાળાએ જતાં કર્યુ હતું અપહરણ

સુમિત વણઝારા

 

હવસખોરે હદ પાર કરી:દેવગઢ બારીઆની સગીરા અઢી વર્ષે હવસખોરની ચુંગાલમાંથી છુટી ઘરે આવી, શાળાએ જતાં કર્યુ હતું અપહરણ

 

 

સગીરાની મરજી વિરૂદ્ધ અવારનવાર દુષ્કર્મ ગુજાર્યુ, પીપલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

 

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના એક ગામે અઢી વર્ષ પહેલા એક 17 વર્ષીય સગીરા શાળાએથી પરત પોતાના ઘરે જઈ રહી હતી. તે સમયે એક યુવક દ્વારા સગીરાને ધાકધમકીઓ આપી પોતાની સાથે બળજબરીપુર્વક પ્રેમ સંબંધ રાખવા મજબુર કરી ધમકીઓ આપી તેણીને પોતાની મોટરસાઈકલ પર બેસાડી અપહરણ કરવામાં આવ્યું હતું. જેમાં સગીરાની મરજી વિરૂદ્ધ અવારનવાર દુષ્કર્મ ગુજારી તેણીને વડોદરા મુકામે લઈ જઈ ત્યાં પણ દુષ્કર્મ ગુજારતાં અઢી વર્ષના લાંબા સમયગાળા બાદ યુવકના ચંગુલમાંથી છુટી સગીરા પોતાના પરિવારજનો પાસે આવી પહોંચી હતી. આ સંબંધે સગીરા દ્વારા યુવક વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.

 

વર્ષ 2020ના સમયગાળા દરમિયાન દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી એક 17 વર્ષીય સગીરા રાબેતા મુજબ પોતાના ઘરેથી શાળાએ જતી હતી. આ સમયગાળા દરમિયાન અવાર નવાર દેવગઢ બારીઆ તાલુકાનો પંકજ રમેશભાઈ ડાયરા સગીરાને અવાર નવાર રસ્તામાં રોકી ધાકધમકીઓ આપી, તું આજથી મારી સાથે સંબંધ રાખ, જો તું મારી સાથે નહીં આવે તો મારી નાંખીશ, તેમ કહી ચપ્પુ બતાવી મારી નાંખવાની ધમકીઓ આપતો હતો.

 

ત્યારે એક દિવસ સગીરા રાબેતા મુજબ શાળાએથી અભ્યાસ કરી પોતાના ઘરે આવતી હતી. તે વેળા પંકજ સગીરાને ધાકધમકીઓ આપી પોતાની મોટરસાઈકલ પર બળજબરીપુર્વક બેસાડી અપહરણ કરી લઈ નજીકના ડુંગર વિસ્તારમાં લઈ ગઈ ગયો હતો. ત્યાં તેણે સગીરાની મરજી વિરૂદ્ધ દુષ્કર્મ ગુજાર્યુ હતું. ત્યારબાદ પંકજે સગીરાને વડોદરા બસ સ્ટેશન ખાતે પણ બોલાવી ત્યાંથી તેણીને પત્ની તરીકે રાખવા અપહરણ કરી લઈ ગયો હતો અને ત્યાં પણ સગીરાની મરજી વિરૂદ્ધ અવાર નવાર દુષ્કર્મ ગુજાર્યુ હતું. તેમજ ફોન પર પોતાના પરિવારજનોને આ બાબતની વાત કરીશ તો મારી નાંખીશ તેવી ધાકમધકીઓ પણ આપી હતી.

 

સમગ્ર ઘટનામાં સગીરા અઢી વર્ષના લાંબા સમયગાળા બાદ પંકજના ચંગુલમાંથી સગીરા છુટી પરત પોતાના પરિવારજનો પાસે આવી પહોંચી હતી અને ઉપરોક્ત ઘટનાની આપવીતી જણાવી હતી. સગીરાને લઈ પરિવારજનો પીપલોદ પોલીસ મથકે આવ્યાં હતાં, જ્યાં સગીરા સગીરાએ પંકજ રમેશ ડાયરા વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!