અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા આયોજિત ભગવાનશ્રી વીર માંધાતા પ્રાગટ્ય દિવસ તથા મકરસંક્રાંતિ પર્વની ઉજવણીને લઈ દેવગઢબારિયા પોલીસ મથકે બેઠક યોજાઈ. 

Editor Dahod Live
1 Min Read

અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા આયોજિત ભગવાનશ્રી વીર માંધાતા પ્રાગટ્ય દિવસ તથા મકરસંક્રાંતિ પર્વની ઉજવણીને લઈ દેવગઢબારિયા પોલીસ મથકે બેઠક યોજાઈ. 

ઈરફાન મકરાણી: દેવગઢ બારીયા

દેવગઢ બારીયા તા.13

દેવગઢ બારીયા પોસ્ટે વિસ્તારમાં આજે અખિલ ભારતીય કોળી સમાજ દ્વારા આયોજિત ભગવાનશ્રી વીર માંધાતા પ્રાગટ્ય દિવસ તથા મકરસંક્રાંતિ પર્વની ઉજવણીને લઈ મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આવતીકાલે યોજાનાર રેલી અને જાહેર સભાને ધ્યાનમાં રાખીને દેવગઢ બારીયા શહેરની શાંતિ સમિતિના સભ્યો, કાર્યક્રમના આયોજકો અને સમાજના આગેવાનો સાથે દેવગઢ બારીયા પોલીસ સ્ટેશન ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠક લીમખેડા ડિવિઝનના DySP ની અધ્યક્ષતામાં યોજાઈ હતી,જેમાં રેલીના માર્ગ, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક વ્યવસ્થાપન તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.

DySP  દ્વારા આયોજકોને શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમ સંપન્ન થાય તે માટે જરૂરી સૂચનાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે જ, કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ તંત્ર તરફથી સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપવામાં આવી હતી.

શહેરમાં શાંતિ અને સુમેળ જળવાઈ રહે તે હેતુસર યોજાયેલી આ બેઠકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.

Share This Article