રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ,દાહોદ શહેર દ્વારા અનાજ કરીયાણાની કીટનુ વિતરણ કરવામાં આવ્યુ…

Editor Dahod Live
1 Min Read

રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ,દાહોદ શહેર દ્વારા અનાજ કરીયાણાની કીટનુ વિતરણ કરવામાં આવ્યુ

       દાહોદ તા. ૧૦

કોરોના મહામારી રુપે સંકટ જ્યારે  પુરા વિશ્ર્વમાં હાહાકાર મચાવી રહ્યો છે ત્યારે દેશભરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સ્વયંસેવકો કામે લાગી ગયા છે. સંઘની શાખાઓ વર્તમાનમાં ઇન્ટરનેટ દ્વારા દેશભરમાં ચાલી રહી છે. ત્યારે સમગ્ર દાહોદ જિલ્લામાં પણ જુદા જુદા સ્થાનો પર સેવા કાર્યો ચાલી રહ્યા છે, તેના ભાગરુપે જે જરુરિયાતમંદ પરિવારો ને જ્યારે જમવાની તકલીફ પડી રહી છે તેવા લગભગ ૫૦૦ જેટલા પરિવારો ને આજરોજ દાહોદ શહેરમાં રાષ્ટ્રીય સ્વયસેવક સંઘ દ્વારા પ્રેરિત  સેવાભારતી ગુજરાત  દ્વારા અનાજ કરીયાણાની (ચોખા, ઘઉંનો લોટ, દાળ, તેલ, મીઠું, મરચું, હળદર) જીવન આવશ્યક વસ્તુઓની કીટનુ વિતરણ કરવામાં આવ્યુ. આજનુ આ સેવા કાર્ય દાહોદ શહેરના વોર્ડ ન. ૩ ના ભીલવાડા વિસ્તારમા આવ્યુ.
સંઘના સ્વયસેવકો જ્યારે જ્યારે દેશ પર સંક્ટ આવે છે ત્યારે સંઘના સ્વયંસેવકો અભૂતપૂર્વ કામ કરેલ છે, હાલ કોરોના મહામારીમાં પણ દેશભરમાં તન મન ધનથી કામ કરી રહ્યા છે.

Share This Article