રાજેન્દ્ર શર્મા, દાહોદ લાઈવ ડેસ્ક

દાહોદ જિલ્લામાં જિલ્લા પોલીસ વડા દ્વારા ઈ – એફ.આર.આઈ. માહિતી આપવામાં આવી

દાહોદ તા.૨૪

તા .૨૩ / ૦૭ / ૨૦૨૨ નારોજ પોલીસ ભવન ખાતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે થયેલ Trinetra – integrated Command & Control Center , Body Worn Camera System , e – FIR ના શુભારંભ તથા Anti Human Trafficking Unit ને ફાળવવામાં આવેલ વાહનોના ફ્લેગ ઓફ કાર્યક્રમનુ જીવંત પ્રસારણ દાહોદ જીલ્લાના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા નિહાળવામાં આવ્યો હતો તેમજ પોલીસ અધિક્ષક દાહોદ દ્વારા તમામ પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓને Trinetra – Integrated Command & Control Center , Body Worn Camera System , e – FIR , Anti Human Trafficking Unit બાબતે સમજ કરવામાં આવેલ અને e – FIR system નો લોકો વધુમાં વધુ ઉપયોગ કરે તે બાબતે e – FIR નો પ્રચાર પ્રસાર કરવા તમામને જણાવવામાં આઆવ્યું હતું. તા .૨૩ / ૦૭ / ૨૦૨૨ નારોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વરદ હસ્તે શુભારંભ કરવામાં આવેલ.

ગુજરાત પોલીસની એક નવી પહેલ e – FIR અંગે લોકોને માહિતગાર કરવા માટે દાહોદ જીલ્લા પોલીસ દ્વારા દાહોદ જીલ્લાના વધુમાં વધુ નાગરીકોની અવર જવર થતી હોય તેવા વિવિધ સ્થળોએ બેનરો લગાવવાની તથા સોશીયલ મીડીયા મારફતે આ સેવાનો વધુમા વધુ પ્રચાર પ્રસાર કરવાની કામગીરી કરવામાં આવેલ છે.
