રાજેન્દ્ર શર્મા :- દાહોદ લાઈવ ડેસ્ક…
મંગલ મહુડી ટ્રેન દુર્ઘટના ઇફેક્ટ…વડોદરા થી રતલામ વચ્ચે ટ્રાફિકનું ભારણ વધતા બે પેસેન્જર ટ્રેનો ને બે દિવસ માટે રદ્દ કરાઈ:એક પેસેન્જર ટ્રેન શોર્ટ ટર્મિનેટ કરાઈ..
મંગલ મહુડી ખાતે થયેલી ટ્રેન દુર્ઘટનાના પગલે રતલામ અને વડોદરા વચ્ચે રેલવેની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ ખોરવાતા લેવાયો નિર્ણય..
આજે અને આવતી કાલે બે દિવસ ગરીબ અને મધ્યમ વર્ગ માટે લાઈફલાઈન ગણાતી મેમુ ટ્રેન ને રદ કરાઈ તેમજ ફોટા વડોદરા પાર્સલ શોર્ટ ટર્મિનેટ કરાઇ..
દાહોદ તા.23
પશ્ચિમ રેલવેના રતલામ મંડળથી પસાર થતી બે પેસેન્જર ટ્રેનોને રેલવે તંત્ર દ્વારા બે દિવસ માટે રદ્દ કરવામાં આવી છે તેમજ એક પેસેન્જર ટ્રેનને રતલામ અને વડોદરાની વચ્ચે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે જેના પગલે ઉપરોક્ત ટ્રેનોમાં મુસાફરી કરતા મુસાફરોને પોતાના ગંતવ્ય સ્થાન પર જોવા માટે અન્ય વિકલ્પનો સહારો લેવો પડ્યો હતો.
દાહોદ તાલુકાના મંગલ મહુડી નજીક તારીખ 17 જુલાઈના રોજ રાત્રિના સવા બાર વાગ્યાના સુમારે વડોદરા થી રતલામ પૂરઝડપે જતી ગુડ્સ ટ્રેન દુર્ઘટનાનો શિકાર થઇ હતી. જેમાં સૌથી વધુ ડબ્બા ડીરેલ ઉપર ચડી જતા ટ્રાફિકથી સતત ધમધમતા મુંબઈ દિલ્હી રેલમાર્ગ ૩૬ કલાકથી પણ વધુ સમય સુધી બંધ રહેવા પામ્યો હતો. તે દરમિયાન રેલવેના તમામ સંબંધિત વિભાગો દ્વારા યુદ્ધના ધોરણે કામ શરૂ કરી બંધ થયેલા રેલ માર્ગ અને પુનઃ શરૂ કરવા જોતરાયા હતા. જેના પગલે ૫૪ જેટલી પેસેન્જર ટ્રેનોને ડાઈવર્ટ તેમજ ૩૮ જેટલી ટ્રેનો રદ કરવામાં આવી હતી. જોકે આ બધાની વચ્ચે આ રેલ માર્ગ પરથી પસાર થતી માલગાડીઓ, તેમજ અન્ય ગુડ્સ ટ્રેન ના કન્ટેનર રોકાઈ જતા રેલવેની ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અટકી ગઈ હતી. જોકે આ રેલ માર્ગ શરૂ થઈ ગયો છે. અને તમામ પેસેન્જર ટ્રેનો પણ સમયસર ચાલી રહી છે પરંતુ આ માર્ગ અકસ્માતના કારણે પેસેન્જર ટ્રેનો ની સાથે અન્ય ગુડ્સ ટ્રેનનો ભારણ વધતા રેલવે તંત્ર દ્વારા આગામી 23/07/22 તેમજ 24/07/2022 ના રોજ બે દિવસ માટે ટ્રેન નંબર 09317 વડોદરા દાહોદ મેમુ, તેમજ 19820 વડોદરા રતલામ મેમુ ટ્રેનને રદ કરવામાં આવી છે. તેમજ ટ્રેન નંબર 19820 રતલામ વડોદરા કોટા પાર્સલ લોકલ ટ્રેનને રતલામ થી વડોદરાની વચ્ચે શોર્ટ ટર્મિનેટ કરવામાં આવી છે. જેના પગલે નાના તેમજ મધ્યમ વર્ગ માટે લાઈફલાઈન ગણાતી આ પેસેન્જર ટ્રેનો બે દિવસ માટે બંધ રાખવાનો રેલવે તંત્ર દ્વારા લેવાયેલા નિર્ણયના પગલે મુસાફરોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે તેમજ પોતાના મંતવ્ય સ્થાનો પર પહોંચવા માટે અન્ય વિકલ્પ નો સહારો લેવો પડ્યો છે.
