દાહોદ તાલુકાના ડુંગરપુર ગામે જમીન સંબંધી મામલે મહિલા સહિત 6 લોકોના સશસ્ત્ર ટોળાએ એક મહિલા સહિત પાંચ વ્યક્તિઓને માર માર્યો…
દાહોદ તા.૦૭
દાહોદ તાલુકાના ડુંગરપુર ગામે જમીન સંબંધી મામલે થયેલ ઝઘડામાં મહિલા સહિત ૬ ઈસમોના ટોળાએ પોતાની સાથે મારક હથિયારો ધારણ કરી ખેતરમાં કામ કરી રહેલ મહિલા સહિત પાંચ વ્યક્તિઓ ઉપર હુમલો કરી માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.
ગત તા.૦૩ જુલાઈના રોજ ડુંગરપુર ગામે મિનામા ફળિયામાં રહેતાં ઉર્મિલાબેન સુરતાનભાઈ મિનામા તથા તેમના પરિવારજનો ગામમાં આવેલ પોતાના ખેતરમાં વાવણી કરતાં હતાં તે સમયે ત્યાં ડુંગરપુર ગામે અને દશલા ગામે રહેતાં રમેશભાઈ છગનભાઈ મિનામા, રમેશભાઈ સિરકાભાઈ મિનામા, ભાવસીંગભાઈ રમેશભાઈ મિનામા, રાકેશભાઈ સિરકાભાઈ મિનામા, વિનેશભાઈ વરસીંગભાઈ મિનામા અને લલીબેન મેસુલભાઈ સંગાડીયાનાઓએ પોતાની સાથે હાથમાં મારક હથિયારો જેવા કે, ધારીયા, લોખંડની પાઈપો તેમજ લાકડીઓ લઈ આવી બેફામ ગાળો બોલી વાવણી કરી રહેલ ઉર્મિલાબેન તથા તેમના પરિવારજનોને કહેવા લાગેલ કે, તમો ખેતરમાં કેમ વાવણી કરો છો, આ જમીનમાં કાળુભાઈની પાંચેય છોકરીઓનો ભાગ છે, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ ગયાં હતાં અને પોતાની સાથે લાવેલ હથિયારો વડે ઉર્મિલાબેન, કાળુભાઈ ફતાભાઈ કલારા, ગંગાબેન કાળુભાઈ કલારા, મંગળભાઈ મલસીંગભાઈ ભાભોર અને શૈલેષભાઈ કાળુભાઈ કલારાને શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે માર મારી તેમજ ગડદાપાટ્ટુનો માર મારી ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ઈજાગ્રસ્ત ઉર્મિલાબેન સુરતાનભાઈ મિનામાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
———————————
