દાહોદ તાલુકાના બોરવણી ગામે નાણાંની લેવડદેવડ મામલે ત્રણ વ્યક્તિઓએ એક ઈસમને ફટકાર્યો…

Editor Dahod Live
1 Min Read

દાહોદ તાલુકાના બોરવણી ગામે નાણાંની લેવડદેવડ મામલે ત્રણ વ્યક્તિઓએ એક ઈસમને ફટકાર્યો…

દાહોદ તા.૦૨

દાહોદ તાલુકાના બોરવાણી ગામે નાણાંની લેવડ દેવડ મામલે ત્રણ જેટલા ઈસમોએ ભેગા મળી એકને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં પોલીસમાં ફરિયાદ નોંધાંવવા પામી છે.

ગત તા.૦૧ જુલાઈના રોજ બોરવાણી ગામે ખાયા ફળિયામાં રહેતાં રાજુભાઈ કાળાભાઈ, હવલાભાઈ મગનભાઈ અને જુમલાભાઈ મગનભાઈ ત્રણેય જાતે પણદાનાઓએ એકસંપ થઈ ગેરકાયદે મંડળી બનાવી પોતાની સાથે હાથમાં લાકડીઓ લઈ પોતાના ગામમાં રહેતાં ભરતભાઈ લક્ષ્મણભાઈ નિનામાના ઘરે આવ્યાં હતાં અને બેફામ ગાળો બોલી ભરતભાઈના પિતા લક્ષ્મણભાને કહેવા લાગેલ કે, જુમલા મગનભાઈ પણદાના મેં પંદર વર્ષ પહેલા પચ્ચાસ હજાર રૂપીયા આપેલ તો મારા રૂપીયા કેમ નથી આપતાં, તેમ કહી એકદમ ઉશ્કેરાઈ જઈ સંજયભાઈને લાકડી વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે માર મારી ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપી ભારે ધિંગાણું મચાવતાં આ સંબંધે ભરતભઆઈ લક્ષ્મણભાઈ નિનામાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

———————–

Share This Article