દાહોદ તાલુકાના રળીયાતી ગામેથી મોટરસાઈકલની ઉઠાંતરી

Editor Dahod Live
1 Min Read

રાજેશ વસાવે, દાહોદ

 

 

દાહોદ તાલુકાના રળીયાતી ગામેથી મોટરસાઈકલની ઉઠાંતરી

 

દાહોદ તા.૧૬

 

 દાહોદ તાલુકાના રળીયાતી ગામેથી મોટરસાઈકલની ઉઠાંતરી થયાનું જાણવા મળે છે.

 

 ગત તા.૨૪મી મેના રોજ દાહોદ તાલુકાના નાની ખરજ ગામે ઉચવાસ ફળિયામાં રહેતાં નવીનભાઈ રામુભાઈ ભુરીયા પોતાના કબજાની મોટરસાઈકલ લઈ દાહાદ તાલુકાના રળીયાતી ગામે કોઈ કામ અર્થે આવ્યાં હતાં અને પોતાની મોટરસાઈકલ રળીયાતી ગામે લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે નવીનભાઈ રામુભાઈ ભુરીયાએ દાહોદ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

 

Share This Article