રાજેશ વસાવે, દાહોદ
દાહોદ તાલુકાના ગલાલિયાવાડ ગામેથી 21 વર્ષીય યુવતીનું અપહરણ: યુવતીને ગોંધી રાખી અવારનવાર દુષ્કર્મ આચર્યું,
યુવકના પરિવારજનો દ્વારા યુવતીને લાકડીઓ વડે ગડદાપાટુનો માર મારી અત્યાચાર ગુજાર્યો…
બળાત્કારી તેમજ અપહરણકર્તાઓના ચૂંગાલમાંથી આવેલી યુવતીએ પરિવારજનોને આપવીતી વર્ણવી…
યુવતીએ દાહોદ ગ્રામ્ય પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા એક મહિલા સહિત ત્રણ વિરુદ્ધ ગુનો નોંધાયો…
દાહોદ તા.૦૨
દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ગામેથી એક ૨૧ વર્ષીય યુવતીને એક યુવકે બળજબરીપુર્વક અપહરણ કરી વડોદરા મુકામે લઈ જઈ યુવતીની મરજી વિરૂધ્ધ અવાર નવાર બળાત્કાર ગુજારી તેમજ યુવકના પરિવારજના મહિલા સહિત ત્રણ જણાએ યુવતીને લાકડી વડે તેમજ પાઈપ વડે અને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે ઈજાઓ પહોંચાડતાં યુવક તેમજ તેના પરિવારજનોના ચંગુલમાંથી છુટી યુવતી પોતાના ઘરે આવી પરિવારજનોને પોતાની ઉપર થયેલ અત્યાચારની આપવીતી સંભળાવતાં પરિવારજનો દ્વારા યુવતીને લઈ દાહોદ તાલુકા પોલીસ મથકે આવી યુવક સહિત તેના પરિવારજનો સામે પોલીસમાં ફરિયાદ નોંધાંવતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
ગત તા.૨૯મી એપ્રિલના રોજ દાહોદ તાલુકામાં રહેતી એક ૨૧ વર્ષીય યુવતીને દાહોદ તાલુકાના ટીમરડા ગામે રહેતો પંકજભાઈ અજુભાઈ ભાભોરે યુવતીનું બળજબરીપુર્વક અપહરણ કરી લઈ વડોદરાના ગોરવા મુકામે લઈ ગયો હતો અને છેલ્લા બે મહિના સુધી એક મકાનમાં યુવતીને ગોંધી રાખી તેણીની મરજી વિરૂધ્ધ અવાર નવાર બળાત્કાર ગુજાર્યાે હતો. પંકજભાઈના પરિવારજનોમાંથી અજુભાઈ તેરસીંગભાઈ ભાભોર, શકરીબેન અજુભાઈ ભાભોર અને મનિષાબેન પંકજભાઈ ભાભોરનાઓએ યુવતીને લાકડી વડે, પાઈપ વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે માર મારી ઈજાઓ પહોંચાડી હતી. યુવતી ઉપરોક્ત યુવત સહિત તેના પરિવારજનોના ચંગુલમાંથી છુટી પોતાના પરિવારજનો પાસે આવી પોતાની ઉપર થયેલ અત્યારની આપવીતી પરિવારજનોને સંભળાવતાં પરિવારજનોના પગ તળેથી જમીન સરકી ગઈ હતી અને યુવતીને લઈ પરિવારજનો દાહોદ તાલુકા પોલીસ મથકે આવી યુવતી દ્વારા પોલીસમાં ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
