
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદમાં ચૂંટણીની અદાવત રાખી ચાર વ્યક્તિઓએ દંપતિ પર કર્યો હુમલો :પોલિસ ફરિયાદ નોંધાઈ
દાહોદ તા.૨૨
દાહોદ શહેરમાં ચાર જેટલા માથાભારે ઈસમોએ દુકાન પર ધંધો કરતાં વ્યક્તિને અંગત અદાવતે અને ચુંટણીની અદાવતે ઢોર માર મારી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધાકધમકીઓ આપી તેની પત્નિને પણ બેફામ ગાળો બોલી અને ઉપાડી લેવાની ધાકધમકીઓ આપતાં વિસ્તારમાં ભારે ચકચાર મચી જવા પામ્યો ત્યારે આ અંગે ઈજાગ્રસ્ત વ્યક્તિની પત્નિ દ્વારા દાહોહ શહેર પોલીસ મથકે ચારેય જણા વિરૂધ્ધ લેખિત અરજી કરતાં પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કર્યાે છે.
પલાસ ચંદુભાઈ નાગુભાઈ, પલાસ નનુભાઈ નાગુભાઈ, પલાસ ગોવિંદભાઈ જંગલીયાભાઈ અને પલાસ શૈલેષભાઈ જંગલીયાભાઈ ગતરોજ દાહોદ શહેરમાં આવેલ શાકભાજી માર્કેટના ગેટની બાજુમાં સરસામાનનો ગલ્લો લઈ વેપાર, ધંધો કરતાં સુરેશભાઈ વહોનીયા પાસે આવી તેમને બેફામ ગાળો બોલી તેઓની ઉપર હુમલો કર્યાે હતો અને ગડદાપાટ્ટુનો માર માર્યાે હતો. આ દરમ્યાન સુરેશભાઈની પત્નિ સબુબેન ત્યાં આવી પહોંચી સુરેશભાઈને છોડવવા વચ્ચે પડ્યાં હતાં ત્યારે ઉપરોક્ત ચારેય જણાએ સબુબેનને પણ બેફામ ગાળો બોલી, બળાત્કાર કરવાની અને ઉપાડી લઈ મારી નાંખવાની ધાકધમકીઓ આપી હતી. સબુબેનને જણાવ્યાં અનુસાર, ઉપરોક્ત ચારેય જણાએ કહેલ કે, પોતે દાહોદ સીટીનો ખુંખાર દાદા છે, પોલીસને હું કંઈ ગણતો નથી, પોલીસ પણ મારૂં કંઈ વગાડી નહીં શકે તેવો મારો પાવર છે, અમે બીજેપીના માણસો છીએ, તે મને વોટ નથી આપ્યો એટલે હું હારી ગયો, તેવી ઉપરોક્ત દંપતિને ધાકધમકીઓ ચારેય જણાએ આપી હતી. ઈજાગ્રસ્ત સુરેશભાઈ હાલ દાહોદમાં દવાખાને સારવાર હેઠળ છે ત્યારે આ સંદર્ભે દાહોદ શહેર પોલીસે તપાસનો ધમધમાટ આરંભ કરી આગળની તપાસ હાથ ધરી છે.
——————————————