કપિલ સાધુ :- સંજેલી
સંજેલી તાલુકાના કોટા ગામના સમુંદર સાગર તળાવમાં પડેલા ૩ પૈકી એકનું ડૂબી જવાથી મોત..
સંજેલી તા.14
પ્રાપ્ત માહિતી મુજબ તારીખ 14 મે અને શનિવાર ના રોજ સંજેલી તાલુકા ના કોટા ગામે આવેલ સમુંદર તળાવમાં એક જ પરિવારના વ્યક્તિઓ સમંદર તળાવના પાણીમાં પડ્યા હતા . જે દરમિયાન એક વ્યક્તિ પાણીમાં નાહતા વખતે ન
જોવાતા અન્ય લોકો દ્વારા પાણીમાં શોધખોળ હાથ ધરી હતી જે દરમિયાન સમય વીતી જતા પણ તે ડૂબેલી વ્યક્તિ મળી આવેલ નહીં .ત્યારે આસપાસ સહિતના લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા તેમજ લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા. બનાવને લઇને સંજેલી પોલીસને પણ જાણ કરવામાં આવી હતી ત્યારે બપોરના સમયે થી પાણીમાં ડૂબેલી વ્યક્તિ મોડી સાંજ સુધી પણ મળી આવ્યો ન હતો ત્યારે સાંજના સમયે સમંદર તળાવમાં ફરી વખત પાણીમાં ડૂબેલ વ્યક્તિની શોધખોળ કરવા માટે પાણીમાં અન્ય લોકો પડ્યા હતા.ત્યારે ભારે જેહમત કર્યા બાદ તે પાણીમાં ડૂબી ગયેલ વ્યક્તિ મળી આવેલ. ત્યારે તેને સંજેલી સામુહિક આરોગ્ય કેન્દ્ર પર લાવવામાં આવ્યો હતો તેમજ વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.