
સુમિત વણઝારા
દાહોદ જિલ્લામાં ગમખ્વાર અકસ્માતના બનેલા બે બનાવોમાં એક મહિલા સહિત બે જણાના મોત.
દાહોદ. તા.૫
દાહોદ જિલ્લામાં ચાલકની ગફલત અને વાહનની ક્ષમતા કરતા વધુ પડતી ઝડપને કારણે ગમખ્વાર અકસ્માતની સંખ્યામાં દિનપ્રતિદીન વધારો જોવા મળી રહ્યો છે.તેવા સમયે જિલ્લામાં જુદી જુદી બે જગ્યાએ બનેલા અકસ્માતમાં બે બનાવોમાં એક મહિલા સહિત બે જણા કાળનો કોળીયો બન્યાનું જાણવા મળેલ છે .
પ્રાપ્ત વિગત અનુસાર દાહોદ જિલ્લામાં બનેલા અકસ્માતમાં બે બનાવો પૈકીનો એક બનાવ દાહોદ તાલુકાના નવાગામ ગામે હાઈસ્કુલ પાસે આવેલા નાળા નજીક સાંજના સમયે બનવા પામ્યો હ્તો.જેમાં એક વાહનચાલક તેના કબ્જાના Gj-20-W-૩૮૨૭ નંબરનો લોડીંગ છકડો રીક્ષા પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઇ આવી રાછરડા ગામના નરેશભાઈ ચીણાભાઈ રોઝના ભત્રીજા અનિલભાઈ રોઝને માથામાં તથા શરીરે ગંભીર ઇજાઓ થતા તેને સારવાર માટે અમદાવાદ ખસેડવામાં આવ્યો હતો.તેનુંસારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું.
જયારે અકસ્માતમાં બીજો બનાવ દે.બારીયાના મોટી ઝરી ગામે ગતરોજ વહેલી સવારનાં બનવા પામ્યો હતો.જેમાં સંજેલી તાલુકાનાં ચમારીયા ગામના રમેશભાઈ ચુનીલાલ મકવાણા પોતાના કબ્જાની Gj-.૧૭ બીએ . ૧૧૩૧ નંબરની ફોર વ્હીલ ગાડી હંકારી લઇ આવી રોડની સાઇડ પર આવેલી નાળાની દીવાલ સાથે અથડાતા તેઓને દવાખાને ખસેડવામાં આવ્યા હતા . જયા અંજનાબેન કાનજીભાઈ સામજીભાઈબારીયા રહે ફુલપુરાનું સારવાર દરમ્યાન મોત થયું હતુ. આ સંબંધે પીપલોદ પોલિસે ફોર વ્હીલ ગાડીના ચાલક રમેશભાઈ ચુનીયાભાઈ મકવાણા વિરુદ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.