દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વંણથંબી વણઝાર દાહોદ તાલુકાના ખરોદા નજીક હીટ એન્ડ રન કેસમાં બે ના મોત એક ઈજાગ્રસ્ત

Editor Dahod Live
1 Min Read

 

સુમિત વણઝારા

 

દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતોની વંણથંબી વણઝાર દાહોદ તાલુકાના ખરોદા નજીક હીટ એન્ડ રન કેસમાં બે ના મોત એક ઈજાગ્રસ્ત

 

દાહોદ તા. 13

 

દાહોદ તાલુકાના ખરોદા નજીક એક હીટ એન્ડ રન નો બનાવ સામે આવ્યો છે જેમાં અજાણ્યાં વાહનની ટક્કરે બાઈક પર સવાર બે ઈસમોના ઘટના સ્થળે મોત નિપજ્યા છે જયારે અન્ય એકને ગંભીર ઇજા પહોંચતા તેને સારવાર અર્થે દવાખાને ખસેડાયા છે

દાહોદ જિલ્લામાં વાહન ચાલકોની ગફલત તેમજ પૂર ઝડપના કારણે માર્ગ અકસ્માતોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે ત્યારે આજે બપોરના સમયે દાહોદ તાલુકાના ખરોદા ગામેથી એક બાઈક ઉપર સવાર ત્રણ યુવકો ચાકલીયા ગામ ખાતે જઈ રહ્યા હતા ત્યારે રસ્તામાં અજાણ્યાં વાહન ચાલકની ટક્કર ના કારણે બાઈક પર સવાર ત્રણેય યુવકો રોડ ઉપર ફંગોળાયા હતા ત્યારે બે યુવકોને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું ત્યારે અન્ય એક યુવકને ઓછી વત્તી ઈજાઓ પહોંચતા તેને દાહોદના દવાખાને સારવાર અર્થે ખસેડાયો હતો જોકે અકસ્માત સર્જનાર પોતાનું વાહન પૂર ઝડપે હંકારી ભાગી છૂટ્યો હતો ઉપરોકત બનાવ સંદર્ભે દાહોદ ગ્રામ્ય પોલીસે ઘટના સ્થળે પહોંચી બન્ને મરણ જનાર યુવકોના મૃત દેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી ફરાર અજાણ્યાં વાહન ચાલક સામે ગુનો નોંધી તેને પકડવા માટેની તજવીજ હાથ ધરી હતી

Share This Article