
સુમિત વણઝારા
દાહોદ નગરપાલિકા નું આગામી નાણાંકીય વર્ષ માટે 34 કરોડના પુરાંતવાળું બજેટ મંજૂર..
સ્માર્ટ સિટી અંતર્ગત ચાલતા કામોમાં પાલિકાના સત્તાધિશોની સૂઝબૂઝના કારણે પાલિકાના ૧૨ કરોડ રૂપિયાની બચત થઈ..
દાહોદ તા.22
દાહોદ નગરપાલિકામાં આજરોજ ખાસ સામાન્ય સભા મળી હતી.જેમાં બજેટ બોર્ડની જાહેરાત કરવામાં આવી હતી.જેમા આગામી વર્ષનુ રુ 34.42 કરોડ ની પુરાંતવાળુ બજેટ મંજૂર કરવામાં આવ્યુ હતુ .
દાહોદ નગરપાલિકાના સભા ખંડ ખાતે મળલે ખાસ સામાન્ય સભામાં બજેટ રજૂ કરવામા આવ્યું હતું . આ બજેટમાં આગામી વર્ષે રુ 119.17 કરોડની આવક સામે રુ 84.75 કરોડનો ખર્ચ અંદાજવામા આવ્યો હતો.આમ 34.75 કરોડ રૂપિયાની પુરાંત ધરાવતુ બજેટ સર્વાનુમતે પસાર કરવામા આવ્યુ હતુ .
આ ઉપરાંત ભુગર્ભ ગટર હાઉસ કનેક્શન જોડવાની કામગીરી , સ્ટ્રીટ લાઈટની કામગીરી , મિલ્કતો પર સોલર સિસ્ટમ લગાવવાની કામગીરી , હેમંત ઉત્સવ બજારનું નવીનીકરણ , નવીન શાક માર્કેટર , વાહનોનું પાર્કિંગ , મુક્તિધામમાં પ્રાથમીક સુવિધા , નવીન ગાર્ડન , નગરપાલિકાની ઓળખ સાથેનો પ્રવેશ દ્વારા , વાહન વેરો , વિવિધ વિસ્તારોના રસ્તાઓ , દાહોદ નગરમાં સિક્યુરીટી સિસ્ટમ,બ્યુટીકેશન,સ્વચ્છતા,નવીન પાણીની ટાંકીઓ વિગેરે કામોના આયોજનનની ચર્ચા વિચારણા સાથે બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે 2020 ના અંતિમ તબક્કામાં નગરપાલિકામાં વહીવટદાર ના સમય દરમ્યાન 12 કરોડ ના સીસી તેમજ ડામર રોડ મંજૂર થયેલ હતા. તેમાંથી કેટલાકના વર્ક ઓર્ડર પણ અપાઈ ચૂક્યા હતા.તે દરમ્યાન નગરપાલિકાની ચુટણીમાં નવ નિયુક્ત ટીમ નગરપાલિકામાં આવી આ ટીમ ના શાસક પક્ષના નેતા રાજેશ સહેતાઈએ તેના અનુભવના આધારે નવીન ટીમ સામે આ રોડ બાબતની ચર્ચા કરી અને આ 12 કરોડ જેટલી રકમના રોડ બનશે તો એ પૈસા વેડફાશે.અને શાસક પક્ષના નેતા રાજેશ સહેતાઈ એ મંજૂર થયેલ રોડનું નિરીક્ષણ અને સ્માર્ટ સીટીમાં ચાલતા કામોની સમિક્ષા કરી નગરપાલિકા ટીમને આ બાબતની જાણ કરી કે મંજૂર થયેલ રોડ પૈકી કેટલાક રોડનું પેચ વર્ક થયેલ છે.અને વધુ પડતાં રોડ આવનારાં 6 મહિનામાં તૂટવાના છે.તો આ બધા મંજૂર કરેલ રોડનું રી સર્વે કરી ફરીથી કયા રોડ બનાવવા જોઈએ એની ચર્ચા વિચારણાના અંતે એ રોડ માટે રીસર્વે કરાયું અને સરકાર શ્રીના અને આપણા દાહોદના 12 કરોડ જેટલા નાણાં સ્પેર કરી રાખ્યા જે હવે આવનારા સમ માં નાવિનનરોડ બનવા માટે ના કામમાં વપરાશે આમ નવીન નગરપાલિકા ટીમ ની સતર્કતા ના કારણે નવા રોડ તૂટવાના બચી ગયા. અને હવે નવેસરથી આ કાર્ય શરૂ થશે.