દાહોદ જિલ્લામાં આગામી તા. ૨૭ માર્ચે વનરક્ષકની પરીક્ષા યોજાશે
પરીક્ષાના સુચારૂ આયોજન અંગે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ
જિલ્લામાં ૨૫ સેન્ટર ખાતે ૯૮૦ બ્લોકમાં ૯૧૮૦ વિદ્યાર્થીઓ વનરક્ષકની પરિક્ષા આપશે
દાહોદ, તા. ૨૨ :
દાહોદ જિલ્લામાં આગામી તા. ૨૭ માર્ચે વનરક્ષક સંવર્ગ ૩ ની યોજાનારી પરીક્ષાના સુચારૂ આયોજન અંગે કલેક્ટર ડો. હર્ષિત ગોસાવીની અધ્યક્ષતામાં બેઠક યોજાઈ હતી. જિલ્લામાં ૨૫ સેન્ટર ખાતે ૯૮૦ બ્લોકમાં ૯૧૮૦ વિદ્યાર્થીઓ વનરક્ષકની પરિક્ષા આપશે.
જિલ્લા પરિક્ષા સમિતિની આ બેઠકમાં વનરક્ષક પરિક્ષાના સુચારુ આયોજન અર્થે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. પરિક્ષા સાથે સંકળાયેલ ઓબ્ઝવરશ્રી અને તકેદારી અધિકારી શ્રી, ઝોનલ સ્ટાફને કામગીરી અંગે કલેકટરશ્રીએ જરૂરી સૂચના આપી હતી. તેમજ સમગ્ર પરીક્ષા સીસીટીવી નિરીક્ષણ હેઠળ યોજાનાર હોય વીજ વિભાગ, એસટી વિભાગ, આરોગ્ય વિભાગ અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવણી અર્થે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કલેક્ટરશ્રીએ આ પરિક્ષા સબંધી માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન અંગે જરૂરી સૂચનો કર્યા હતા.
બેઠકમાં નિવાસી અધિક કલેકટર શ્રી એ.બી. પાંડોર, નાયબ પોલીસ અધિક્ષક શ્રી પરેશ સોલંકી, ડીસીએફશ્રી અમિત નાયક અને શિક્ષણ વિભાગ ઉપરાંત વિવિધ વિભાગના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦