
દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ થી પોલીસે સવા લાખના દારૂ સાથે બે ઇસમોને ઝડપી 7.73 લાખના મુદ્દામાલ સાથે દારૂની હેરફેરમાં સામેલ 10 લોકો વિરુદ્ધ ગુનો નોંધ્યો
દાહોદ તા.20
દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએ પોલીસે નાકાબંદી દરમિયાન 1,18,080 ના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી જેલ ભેગા કર્યા છે જ્યારે પ્રોહીના બંને બનાવોમાં પોલીસે 7,73,080 મુદ્દામાલ જપ્ત કરી વિદેશી દારૂની હેરફેરમાં સામેલ 10 ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરી હોવાનું જાણવા મળે છે.
પ્રોહીનો પ્રથમ બનાવ ગરબાડા તાલુકાના વરમખેડા ગામે બનવા પામ્યો છે. જેમાં સીમલીયા બુઝર્ગ ગામનો પંકજભાઈ શકરાભાઈ ભાભોર પોતાના કબજા હેઠળની Gj-16-BG-1641 માં વિદેશી દારૂનો જથ્થો ભરી લાવતાં પોલીસે તેને ઝડપી ગાડીની તલાશી લેતાં તેમાથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 336 બોટલો મળી 33,600 નો મુદ્દામાલ તેમજ ત્રણ લાખની ગાડી, એક મોબાઇલ ફોન મળી કુલ 3,36,000 હજારનો મુદ્દામાલ જપ્ત કરી પ્રોહી અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
પ્રોહીનો બીજો બનાવ ધાનપુર તાલુકાના ઝાબુ ગામે બનવા પામ્યો છે જેમાં મુમેશભાઇ મનજીભાઇ જાતે સઠોડ રહે.કાલીયાવાડ ,ખોબરા ફળીયું તા.ધાનપુર પોતાના કબજાની મોટરસાયકલ પર દારૂનું પાયલોટિંગ કરી, મેરચંદભાઇ ઉર્ફે મેશનભાઇ વાઘજીભાઇ જાતે.બીલવાળ રહે.બાટણપુરા , મીનામા ફળીયું, સુરેશભાઇ ભટીયાભાઇ જાતે પરમાર રહે.સીમળીયા બુઝર્ગ ગરબાડા હીતેશભાઇ ગોપીયાભાઇ જાતે.મીનામા રહે.બાટણપુરા , મીનામાં ફળીયું તા.ધાનપુર,વીપુલભાઇ ગોપીયાભાઇ જાતે મીનામાં રહેબાટણપુરા , મીનામા ફળીયું તા.ધાનપુર,નગરાભાઇ મનજીભાઇ જાતે.રાઠોડ રહે.કાલીયાવાડ , ખોબરા ફળીયું તા.ધાનપુર, નરવતભાઇ ધીરૂભાઇ જાતે.રાઠોડ રહે.કાલીયાવાડ , ખોબરા ફળીયું તા.ધાનપુર, ધીરજભાઇ ભુરીયા રહે.કાહેટીયા તા.ભાભરા જી.અલીરાજપુર એમ.પી.,અજયભાઇ નામનો ઇસમ , રહે એમ.પી, હીતેશભાઇ તથા ધીરજભાઇ વિદેશી દારૂનો વિદેશી દારૂનો જથ્થો ભરીને લાવતા પોલીસે ગાડીઓને રોકી તલાશી લેતા તુફાન ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂના કુલ ટીન બીયર ની કિંમત .૬૦,૦૦૦,તથા લંડન પ્રાઇડ પ્રિમીયમ વ્હીસ્કીના માર્કાના કાંચના કર્વાટરની પેટી નંગ -૩ માં ભરેલ કુલ ક્વાર્ટર નંગ -૧૪૪ ની કુલ કિ.રૂ.ર ૪,૪૮૦ / – મળી કુલ બોટલ નંગ -૭૪૪ ની કુલ કિ.રૂ .૮૪,૪૮૦ તેમજ તુફાન ગાડી નં . MP.65.P , 0149 ની કિ.રૂ .૩,૦૦,૦૦૦ / – તથા હોન્ડા શાઇન મો.સા નંબર -MP.09.VB.7441 ની કી. .૩૦,૦૦૦ / – તથા હીરો એચ.એફ ડીલક્ષ મો.સા નં GJ.20.AP , 0363 ની કિ.રૂ .૨૦,૦૦૦ / – તથા એક મોબાઇલ ફોન કિ.રૂ .૫૦૦૦ / – મળી કુલ કિ.રૂ .૪,૩૯,૪૮૦ / – ના મુદ્દામાલ મળી આવતા પોલીસે વિદેશી દારૂની હેરફેરમાં સામે ઉપરોક્ત લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે