Thursday, 28/03/2024
Dark Mode

દાહોદ જિલ્લાના 6 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા,પરિવારજનો ચિંતાતુર: ફસાયેલા વિદ્યાર્થીઓ ને સકુશળ પરત લાવવા સરકાર પાસે પરિવારજનોની માંગ

February 26, 2022
        677
દાહોદ જિલ્લાના 6 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા,પરિવારજનો ચિંતાતુર: ફસાયેલા વિદ્યાર્થીઓ ને સકુશળ પરત લાવવા સરકાર પાસે પરિવારજનોની માંગ

દાહોદ જિલ્લાના છ વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા: પરિવારજનો ચિંતાતુર: ફસાયેલા વિદ્યાર્થીઓની વતન વાપસી માટે સરકાર પાસે કરી માંગ 

દાહોદ તા.૨૬

યુક્રેન અને રશીયા વચ્ચે તંગદીલી વધી રહી છે અને યુક્રેનમાં રસીયા દ્વારા બોમ્બબારા સહિત યુધ્ધની ચઢાઈ કરી છે તેવા સમયે દાહોદ જિલ્લામાંથી યુક્રેન અભ્યાસ અર્થે ગયેલા ઘણા વિદ્યાર્થીઓ ભસાયાં છે. જાણવા મળ્યાં અનુસાર, દાહોદ જિલ્લાના વતની ચાર જેટલા વિદ્યાર્થીઓ યુક્રેનમાં હાલ ફસાયાં છે અને પરત પોતાના વતન આવવા માટે ભારતની સરકારને અપીલ કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓના પરિવારજનોમાં પણ ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે અને સરકાર દ્વારા પોતાના બાળકોને હેમખેમ વતન પહોંચાડે તેવી અપીલ સાથે પરિવારજનો રાહ જાેઈ બેઠા છે.

મળતી માહિતી પ્રમાણે દાહોદ જિલ્લાના સીંગવડ, ઝાલોદ તાલુકાના લીમડી અને દાહોદમાં રહેતાં બે વિદ્યાર્થીઓ મળી દાહોદ જિલ્લાના કુલ ચાર વિદ્યાર્થીઓ એમ.બી.બી.એસ. સહિતના અભ્યાસ માટે યુક્રેન ગયાં હતાં. હાલ યુક્રેન અને રશીયા વચ્ચે યુધ્ધ ચાલી રહ્યું છે. યુક્રેનમાં પરિસ્થિતી ખુબજ ખરાબ હોવાના સમાચારો મળી રહ્યાં છે ત્યારે દાહોદ જિલ્લાના ચાર યુવકો અભ્યાસ માટે યુક્રેન ગયાં છે તેઓ ત્યાં ફસાઈ ગયાં છે. ફ્લાઈટો પણ રદ્દ થઈ ગઈ છે. આવા સમયે વતન આવવા માટે વિદ્યાર્થીઓ મદદની ગુહાર લગાવી રહ્યાં છે. વિદ્યાર્થીઓના પરિવારજનોમાં પણ ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે. લીમડીનો જયકિશન ઓમપ્રકાશ સાધુ યુક્રેનના ઉજાેરોઝ યુનિવર્સીટીમાં એમબીબીએસનો અભ્યાસ કરતો હતો. દાહોદના ઠક્કર ફળિયામાં રહેતો કુમેઈ હાતિમભાઈ ઝાલોદવાલા પણ યુક્રેનમાં એમ.બી.બી.એસ.ના અભ્યાસ માટે ગયો હતો અને દાહોદના બુરહાની સોસાયટી ખાતે રહેતો મહોમંદ મુરતુઝાભાઈ સાયકલવાલા પણ એમબીબીએસના અભ્યાસ માટે યુક્રેન ગયો હતો તેમજ સીંગવડનો એક વિદ્યાર્થી મળી દાહોદ જિલ્લાના ચાર વિદ્યાર્થીઓ હાલ યુક્રેનમાં ફસાયાં છે. વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા સરકારને રજુઆતો પણ કરાઈ રહી છે ત્યારે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓ તેમજ નાગરીકો જે કોઈ મુશ્કેલીમાં હોય તેઓની સહાયતા માટે ડીસ્ટ્રીક્ટ કંટ્રોલ રૂમ નંબર ઉભુ કરવામાં આવ્યું છે અને ૦૨૬૭૩ – ૨૩૯૨૭૭ સંપર્ક નંબર જાહેર કર્યાેં છે. બે – ત્રણ દિવસ પહેલા દાહોદ જિલ્લાનો એક વિદ્યાર્થી સહિત તેની સાથેના કુલ ૯ વિદ્યાર્થીઓ યુક્રેનથી હેમખેમ વતન આવ્યાં હતાં.જોકે રશીયા અને યુક્રેન વચ્ચે શરૂં થયેલા યુધ્ધ વિવાદને લઈ ભારે મુશ્કેલી ઉભી થવા પામી છે જેના કારણ યુક્રેનમાં ભણતાં ભારતીય વિદ્યાર્થીઓ ફસાઈ ગયાં છે જેમાં કેટલાંક પરત આવી ગયાં છે ત્યારે દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના કારઠ ગામના હર્ષ નાયકે રૂા. ૨૪,૦૦૦ની ટીકીટના રૂા. ૬૦,૦૦૦ ખર્ચી ચાર દિવસ અગાઉ પોતાના ઘરે આવી પહોંચતાં તેના માતા – પિતા તથા પરિવારજનોએ હાશકારો અનુભવ્યો હતો. હર્ષ નાયક સાથે અન્ય નવ જેટલા વિદ્યાર્થીઓ પણ પરત આવ્યાં હતાં. પરત આવેલા વિદ્યાર્થીઓએ આવી યુધ્ધની પરિસ્થિતિમાં ઘરે પરત આવતાં પોતાને ભાગ્યશાળી ગણાવ્યાં હતાં.

——————————–

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!