રોજીરોટી બચાવવા ડીજે સંચાલકો પોલીસ વચ્ચે બેઠક યોજાઈ. દાહોદમાં ભીલ સમાજ પંચનો મોટો નિર્ણય: દહેજ-દારૂ-DJ પર પ્રતિબંધથી Dj સંચાલકોની રોજેરોટી ઉપર સંકટ,

Editor Dahod Live
3 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

રોજીરોટી બચાવવા ડીજે સંચાલકો પોલીસ વચ્ચે બેઠક યોજાઈ.

દાહોદમાં ભીલ સમાજ પંચનો મોટો નિર્ણય: દહેજ-દારૂ-DJ પર પ્રતિબંધથી Dj સંચાલકોની રોજેરોટી ઉપર સંકટ,

 DJ રાત્રે 10 વાગ્યા સુધી જ મંજૂર; પરંપરાગત લોકગીતોને પ્રાથમિકતા,નિયમ ભંગ કરનાર સામે કડક કાર્યવાહી

દાહોદ તા.03

આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં ભીલ સમાજ પંચ દ્વારા દહેજ, દારૂ અને DJ પર પ્રતિબંધનો મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આદિ અનાદી કાળથી ચાલતી આવી રહેલી પરંપરાગત સંસ્કૃતિ જાળવવાના હેતુસર લેવાયેલા આ નિર્ણય બાદ DJ સંચાલકોની રોજીરોટી પર અસર પડતા મામલો પોલીસ સુધી પહોંચ્યો છે. આ મુદ્દે નાયબ પોલીસ અધિક્ષક અને DJ સંચાલકો વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

 

મધ્ય ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં એક સમય એવો હતો કે વાંસળી, ઢોલ, માંદળ અને થાળીની મધુર ધૂન ગૂંજતી હતી. પરંતુ છેલ્લા કેટલાક વર્ષોમાં પશ્ચિમી સંસ્કૃતિના વધતા પ્રભાવ સાથે DJનો પ્રચાર વધ્યો અને પરંપરાગત વાજિંત્રો પાછળ ધકેલાયા છે.જે બાદ 

ઉચ્ચ અવાજ અને ધ્વનિ પ્રદૂષણને કારણે પોલીસ દ્વારા 45 ડેસિબલથી વધુ અવાજ પર કાર્યવાહી કરવામાં આવતી હતી. ભીલ સમાજ પંચના પ્રતિબંધ બાદ DJ સંચાલકોની રોજગાર પર ગંભીર અસર પડતા તેઓએ પોલીસનો સહારો લીધો છે.આ મામલે નાયબ પોલીસ અધિક્ષક જગદીશ ભંડારી અને DJ સંચાલકો વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં DJ રાત્રે 10 વાગ્યા સુધી જ વગાડવાની મંજૂરી

હોસ્પિટલો, શાળાઓ અને સરકારી કચેરીઓ આગળ DJ નહીં

બોર્ડ પરીક્ષા દરમિયાન વિશેષ નિયંત્રણ તથા ઓછા અવાજ અને નિયંત્રિત બાસ સાથે DJ વગાડવાની શરત મૂકવામાં આવી છે. જે માટે DJ સંચાલકોના રોજગાર સંબંધિત પ્રશ્નો પણ DySP સમક્ષ રજૂ કરાયા હતા. તમામ DJ સંચાલકો હવે ભેગા થઈ નક્કી દર,સરકારી મર્યાદા અને નિયમો મુજબ કામગીરી કરશે. હવેથી નિયમોનો ભંગ કરનાર અથવા બહારથી આવી નિયમોનું પાલન ન કરનાર સામે કડક કાર્યવાહી થશે. DJ સંચાલકોની ફરિયાદના આધારે પણ પોલીસ પગલા લેશે તેવી સહમતી બંધાઈ છે.DySP જગદીશ ભંડારીએ ખાતરી આપી કે નિયમોમાં રહી કામ કરનાર DJ સંચાલકોને પોલીસ તરફથી સહકાર આપવામાં આવશે. ડીજે સંચાલકો આદિવાસી સમાજમાં થતા લગ્નમાં ટકી રહેવા માટે પરંપરાગત આદિવાસી લોકગીતો અને ટીમલીના જ ગીતો વગાડશે તેમજ નક્કી કરેલ ધારાધોરણ મુજબ રકમ તથા ધ્વનિ પ્રદુષણ એક્ટ અંતર્ગત નક્કી કરેલા કાયદામાં રહીને જ ડીજે વગાડશે. સાથે જ ભીલ સમાજ પંચ પાસે મદદ માંગી તેઓની રોજીરોટીના પ્રશ્નને લઈ રજૂઆત કરશે. તેવી બાહેધારી ડીજે સંચાલકો દ્વારા આપવામાં આવ્યું હતું.

Share This Article