કૉમ્બિંગ દરમિયાન પોલીસે 3 શકમંદોની અટકાયત કરી, મારક હથિયારો કબજે લેવાયા.. દાહોદના લઘુમતિ વિસ્તારમાં ગૌરક્ષકો ઉપર હુમલો,12 લોકો સામે નામજોગ ગુના દાખલ, પોલીસનું કોમ્બિંગ..

Editor Dahod Live
4 Min Read

રાજેશ વસાવે :- દાહોદ 

કૉમ્બિંગ દરમિયાન પોલીસે 3 શકમંદોની અટકાયત કરી, મારક હથિયારો કબજે લેવાયા..

દાહોદના લઘુમતિ વિસ્તારમાં ગૌરક્ષકો ઉપર હુમલો,12 લોકો સામે નામજોગ ગુના દાખલ, પોલીસનું કોમ્બિંગ..

ગૌરક્ષકો તેમજ હિન્દુ સંગઠનો પોલીસવડાને મળ્યા,ગૌરક્ષા સ્ક્વોડ સ્થાપવા માંગ..

બે ગૌરક્ષકો ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયા,

દાહોદ તા.૦૧

દાહોદ શહેરમાં ગતરોજ મોડી રાત્રીના સમયે લઘુમતિ વિસ્તાર ગણાતા કસ્બા પટણી ચોક વિસ્તારમાં ગૌરક્ષકોની ટીમે પીકઅપ ફોર વ્હીલર ગાડીમાં કતલ કરવાને ઈરાદે લઈ જવાતા પશુઓને બચાવવાનો પ્રયાસ કરી પીછો કરતાં કસ્બા વિસ્તારમાં ટોળાએ ગૌરક્ષકોની ટીમ પર મારક હથિયારો વડે તેમજ પથ્થરમારાની ઘટનાને પગલે વાતાવરણ તંગ બન્યુ હતું. ઘટનાની જાણ પોલીસને થતાં દાહોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસ કાફલો પહોંચતાંની સાથે ટોળુ વિખેરાઈ ગયું હતું. તો બીજી તરફ ઘટનામાં ઈજાગ્રસ્ત બે ગૌરક્ષકોને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં.પોલીસે સ્થળ પર કોમ્બીંગ હાથ ધરી બે જેટલા ઈસમોની અટકાયત કરી હોવાનું અને આ ઘટનામાં સામેલ ૧૨ જેટલા ઈસમો વિરૂધ્ધ ગુનો નોંધી અન્ય ફરાર આરોપીઓના ધરપકડના ચક્રોગતિમાન કર્યાનું જાણવા મળે છે.

દાહોદ શહેરમાં ગતરોજ રાત્રીના સમયે કસ્બા પટણી ચોક વિસ્તાર ખાતે ચકચારી બનાવ બનવા સમગ્ર દાહોદ શહેરમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. ગતરોજ રોજ રાત્રીના બે વાગ્યાની આસપાસ કસ્બા વિસ્તારમાં રહેતા અબરાર મકરાણી અને તેની સાથેનો પીન્ટુ કુરેશી એમ બંન્ને ઈસમો એક પીકઅપ ફોર વ્હીલર ગાડીમાં ભેંસો નંગ.૭ને ગાડીમાં મુશ્કેરાટ ટુકા દોરડાથી બાંધી ખીચોખીચ, ઘાસ, પાણીની સુવિધો વગર ભરી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી પસાર થઈ રહ્યાં હતાં. આ અંગેની જાણ દાહોદના ગૌરક્ષકોને થતાં ગૌરક્ષકોની ટીમ બોલેરો ગાડીમાં સવાર થઈ કતલખાને લઈ જવાતાં પશુઓને બચાવવા માટે ઉપરોક્ત પીકઅપ ગાડીનો પીછો કર્યાે હતો ત્યારે પીકઅપ ગાડી દાહોદ શહેરના કસ્બા પટણી ચોક વિસ્તાર ખાતે પહોંચતાંની સાથે આ વિસ્તારમાં લોકોએ ગૌરક્ષકોની ટીમ પર પથ્થર મારો કરી મારક હથિયારો જેવા કે, લાકડી, પાઈપો વિગેરેથી ગૌરક્ષકો પર તુટી પડ્યાં હતાં સાથે સાથે ગૌરક્ષકોની ગાડી પર પણ પથ્થર મારો કરી તેમજ તોડફોડ કરી રૂપીયા ૧,૨૦,૦૦૦નું નુકસાન પહોંચાડ્યું હતું.

ગૌરક્ષકો પર હુમલો કરનાર આરોપીઓમાં અબરાર મકરાણી, પીન્ટુ કુરેશી, રજાક અબ્દુરહીમ ડોકીલા, અન્સાર ઈદરીશ ભુંગા, અરબાજ સોયબ જાડા, નઈમ કુરેશી, રાજા ઈદરીશ પાટુક, શાહરૂખ છોટા કુરેશી, કાસમ (રાજકનો ભાણેજ), સિકદર અશરફ દલાલ, કાળો ઉર્ફે સહેજાદ સામદ અને શાહબાજ બજારીયા (તમામ. રહે.કસ્બા, દાહોદ, તા.જિ.દાહોદ) નાઓ તથા તેમની સાથે અન્ય બીજા ૬ થી સાત ઈસમો દ્વારા ગૌરક્ષકોની ટીમ પર હુમલો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં હિરલભાઈ કંથારીયા અને હીમાંશુ યાદવને શરીરે ઈજાઓ પહોંચતાં બંન્નેને નજીકના દવાખાને સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતાં. હુમલો કરનાર આરોપીઓ દ્વારા ધમકી પણ આપવામાં આવી હતી કે, હવે પછી અમારા કસ્બામાં આવશો તો જાનથી મારી નાંખીશુ, તેવી ધમકીઓ આપી આરોપીઓએ હુમલાની સાથે સાથે ભારે ધિંગાણું મચાવતાં કસ્બા વિસ્તાર સહિત આસપાસના રહેણાંક વિસ્તારોમાં મોડી રાત્રીની આ ઘટનાને પગલે ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. મોડી રાત્રીની ઘટનાને પગલે રમઝાન માસમાં કસ્બા વિસ્તારની દુકાનો ટપોટપ બંધ થઈ જવા પામી હતી.

બીજી તરફ આ ઘટનાની જાણ થતાં દાહોદ ડિવાયએસપી, એલસીબી, એસઓજી, દાહોદ એ અને બી ડિવીઝન પોલીસ સહિતનો થતાં કાફલો પણ તાત્કાલિક ઘટના સ્થળે રવાના થઈ ગયો હતો. પોલીસ ઘટના સ્થળ પર પહોંચી પરિસ્થિતીને કાબુમાં લીધી હતી. પોલીસે ઘટના સ્થળે કોમ્બીંગ હાથ ધરી બે શંકાસ્પદ ઈસમોની અટકાયત પણ કરી હતી. આ સમગ્ર ઘટના સંદર્ભે ગૌરક્ષક દળના કનુભાઈ ધુળાભાઈ ભરવાડે દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Share This Article