ઉતરાયણની પૂર્વ સંધ્યાએ નેશનલ હાઈવે પર માર્ગ અકસ્માતથી અરેરાટી.!
દાહોદના કાળીમહુડી નજીક પતંગ લેવા નીકળેલા બન્ને પિતરાઈ ભાઈઓને મળ્યું મોત,એકની હાલત ગંભીર.
ખાનગી લક્ઝરી બસની અડફેટે પરિવારના વહાલ સોયા દીકરા ગુમાવ્યા..
દાહોદ તા.૧૩

દાહોદ જિલ્લાના ગોવિંદગુરુ લીમડી તાલુકામાંથી પસાર થતા ઝાલોદ નેશનલ હાઈવે પર ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે જેમાં એક મોટરસાયકલ પર સવાર બે પિતરાઈ ભાઈઓ મળી ત્રણ યુવકો પતંગ લેવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં ટ્રાવેલ્સ બસ સાથે અકસ્માત સર્જાતા મોટરસાયકલ પર સવાર ત્રણ પૈકી બે પિતરાઈ ભાઈઓના મોત નીપજતા પરિવારજનોમાં તહેવાર ટાણે ગમગીની છવાઈ ગઈ છે

દાહોદ શહેરમાં ઉતરાયણ પર્વની હર્ષો ઉલ્લાસની ઉજવણી વચ્ચે એક પરિવારમાં તહેવાર ટાણે માતમ સવાઈ ગયો છે જેમાં ગોવિંદ ગુરુ લીમડીના કારઠ ગામે વાંગીવડ ફળિયામાં રહેતા બે પિતરાઈ ભાઈઓ અને તેમની સાથે અન્ય એક યુવક મળી ત્રણ યુવકો પતંગ લેવા નીકળ્યા હતા ત્યારે રસ્તામાં ઝાલોદ નેશનલ હાઇવે ઉપર તેઓની મોટરસાયકલનો ટ્રાવેલ્સ બસ સાથે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. માર્ગ અકસ્માતને પગલે મોટરસાયકલ પર સવાર ત્રણેય યુવકો ફંગોળાઈ જમીન પર ભટકાયા હતા જેમાં બે પીતરાઈ ભાઈઓ કિસ્મતભાઈ દિલીપભાઈ બારીયા અને ડામોર જયેશભાઈનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ગમખાર માર્ગ અકસ્માતને પગલે ઘટના સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યા હતા. ઘટનાની જાણ મૃતક

યુવકોના પરિવારજનોને થતા પરિવારજનો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા. ઘટનાને પગલે પરિવારજનોમાં ગમગીની છવાઈ ગઈ હતી. ઘટનાની જાણ સ્થાનિક પોલીસને થતા સ્થાનિક પોલીસનો કાફલો 108 ઇમર્જન્સી એમ્બ્યુલન્સ સેવા ને સાથે લઈ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. ઘટના સંદર્ભે સ્થાનિક પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
