દાહોદમાં સ્ટ્રોમ વોટરની ચેમ્બરોમાં બારોબાર ગટરના ગંદા પાણીનો સીધો નિકાલ.!પાલિકાની મંજૂરી વગર 70 મીટર સુધી ઓપન ગટર નાખી દીધી.!

Editor Dahod Live
6 Min Read

સ્ટ્રોમ વોટર લાઈનમાં ગંદકીનો ખેલ:પાલિકા તેમજ સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ કંપની લાલઘુમ.!

દાહોદમાં સ્ટ્રોમ વોટરની ચેમ્બરોમાં ગટરના ગંદા પાણીનો સીધો નિકાલ.!

ગેરકાયદે ગટર જોડાણો ઝડપાતા પાલિકા એક્શનમાં.

મેનલાઇનમાં જોડાણ કરવા નોનવેજ, હોટલ અને બેકરી એકમો દ્વારા પાલિકાની મંજૂરી વગર 70 મીટર સુધી ઓપન ગટર નાખી દીધી.

વારંવાર ચેમ્બરો ઉભરાતા તપાસમાં ખુલ્યો મોટો કાવતરું:સ્ટ્રોમ વોટર લાઈનને નુકસાન પહોંચાડનાર એકમો પર સીલની તલવાર

દાહોદ તા.૦૮

દાહોદ શહેરમાં વરસાદી પાણીની ચેમ્બરમાં બારોબાર ભુગર્ભ જોડાણ કરવાનું કૌંભાંડ સામે આવ્યું છે.જેમાં દાહોદ શહેરના ગોદી રોડ સહિતના વિસ્તારોમાં કોમર્શિલય એકમોના માલિકો, સંચાલકો દ્વારા પાલિકા તેમજ સ્માર્ટ સીટી તેમજ દાહોદ નગરપાલિકાને જાણ કર્યા વગર ગટરના જોડાણ વરસાદી પાણી ચેમ્બરમાં કરી દેતાં આ મામલો દાહોદ નગરપાલિકાના અધિકારીઓને થતાં પાલિકાના કર્મચારીઓ તાબડતોડ સ્થળ પર પહોંચી જઈ તપાસ હાથ ધરતાં કર્મચારીઓ પણ સ્તબ્ધ બની ગયાં હતાં. મોટાભાગના ધંધાકીય એકમોમાં નોનવેજની દુકાનોનો સમાવેશ થયાં છે. જેમાં ગોદી રોડ વિસ્તાર ખાતે નોનવેજની દુકાનો તેમજ કારખાનાઓના માલિકો, સંચાલકો દ્વારા પોતાના ધંધાકીય આલમનો એઢવાડ, કચરો, ગંદકી તેમજ બારોબાર વરસાદી ચેમ્બરોમાં જોડાણ આપી દેતાં ચેમ્બરોમાં ચોકઅપની સમસ્યા સર્જાઈ હતી. જે બાદ નગરપાલિકા દ્વારા આ તમામ જોડાણો કાપી દેવામાં આવ્યા હતા.

દાહોદ શહેરમાં મોટાભાગના ખાણીપીણીની હોટલો, દુકાનો, લારીગલ્લાવાળા દ્વારા પોતપોતાના ધંધાકીય આલમનો એઢવાડ, ગંદકી, કચરો ભુગર્ભ ગટરની સાથે સાથે વરસાદી ચેમ્બરોમાં ઢાલવતાં દાહોદ શહેરની ભુગર્ભ ગટરો તેમજ વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલ ચેમ્બરો ઉભરાવવાની સમસ્યા છેલ્લા ઘણા સમયથી ઉદ્ભવવા પામી હતી. આ સમસ્યા અને તેની સાથે સાથે નગરજનોની મળતી ફરિયાદોને ધ્યાનમાં લઈ દાહોદ નગરપાલિકા તંત્ર એક્શન મોડમાં આવ્યું છે જેમાં થોડા દિવસો પહેલા દાહોદ શહેરમાં કેટલીક હોટલો અને નોનવેજની દુકાનોને સીલ મારી કાર્યવાહી હાથ ધરી હતી અને તેની સાથે સાથે ખાણીપીણીની દુકાનદારો સામે પણ લાલ આંખ કરી હતી તો બીજી તરફ દાહોદ શહેરના ગોદી રોડ સહિતના વિસ્તારોમાં ચોંકાવનારો મામલો સામે આવ્યો છે જેમાં દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તાર ખાતે વરસાદી પાણીની ચેમ્બરોમાં આ વિસ્તારમાં ધમધમતા કારખાનાઓ, હોટલો અને નોનવેજના, બેકરીના

 

 

કારખાનાઓના માલિકો, સંચાલકો દ્વારા પોતપોતાના ધંધાકીય એકમોના એઢવાડ, ગંદકી, કચરો વરસાદી પાણીની ચેમ્બરમાં બારોબાર પાલિકા અને સ્માર્ટ સીટીને જાણ કર્યા વગર વરસાદી પાણીની ચેમ્બરમાં નિકાલની લાઈન આપી દેતાં ગોદી રોડ વિસ્તારમાં વરસાદી પાણીની ચેમ્બરો સહિત ભુગર્ભ ગટરની લાઈનોમાં ચોકઅપની સમસ્યા સર્જાતાં પાલિકાના અધિકારીઓને આ મામલાની જાણ થતાં પાલિકાના અધિકારીઓએ પાલિકાના કર્મચારીઓને સ્થળ પર દોડાવ્યાં હતાં અને જ્યાં પાલિકાના કર્મચારીઓ સ્થળ પર પહોંચી તપાસ કરતાં આ સમગ્ર મામલો સામે આવતાં તેઓ પણ સ્તબ્ધ થઈ ગયાં હતાં. દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં મોટાભાગના કોમર્શિયલ એકમો દ્વારા આ ગેરકાયદે જોડાણો કરવામાં આવ્યાં છે. મોટાભાગના એકમોમાં નોનવેજની દુકાનો સામેલ હોવાનું સામે આવ્યું છે. આ નોનવેજની દુકાનો સહિત હોટલના, બેકરીના માલિકો તેમજ સંચાલકો દ્વારા પોત પોતાના ધંધાકીય એકમોના એઢવાડ, ગંદકી અને કચરો સીધેસીધો વરસાદી પાણીની ચેમ્બરોમાં નિકાલ કરવામાં આવી રહ્યો છે.

મેન લાઇનમાં જોડાણ કરવા નોનવેજના કેટરસ તેમજ બેકરી ધારકોએ બારોબાર 70 મીટર સુધી ગટર લાઇન પાથરી દીધી.

 

વધુમાં મળતી માહિતી પ્રમાણે સ્ટ્રોમ વોટર લાઈન ચેકઅપ થતા ઉપરોક્ત એકમો દ્વારા પાલિકા તેમજ જવાબદારોને જાણ કર્યા વગર ભૂગર્ભના મેન લાઇનમાં ૭૦ મીટર સુધી ઓપન ગટર બનાવી દેવામાં આવી છે. જેતે સમયે ઓપન ગટર દરમ્યાન કોમર્શિયલ એકમો દ્વારા ભુગર્ભ ગટરમાં જોડાણ ના લીધા અને હવે ઓપન ગટર બંધ થતાં ગટરના પાણીના નિકાલ માટે વરસાદી પાણીના ચેમ્બરોમાં ગેરકાયદે જોડાણ કરી દીધાં છે. દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારની મોટાભાગની પાઈપલાઈનો ચોક અપ થઈ ગઈ છે. મેન પાઈપલાઈનોમાં બારોબાર જોડાણ કરી નાંખવા માટે આયોજન કર્યું હતું. પરંતુ ચેકિંગ દરમિયાન પાલિકાએ આ કાવતરું ઝડપી લીધું હતું.શિયાળા માંજ વારંવાર ચેમ્બરો સાફ કર્યા બાદ પુનઃ ચેમ્બરો ઉભરાતા ચકાસણી દરમ્યાન આ મામલો સામે આવ્યો છે. આ મામલાની જાણ દાહોદ નગરપાલિકા તેમજ સ્માર્ટ સીટીના અધિકારીઓને થતાં તંત્ર લાલઘુમ બની ગયું છે.

દાહોદમાં મંજૂરી વગર ધમધમતા નોનવેજ ના કેટરસ મોટાભાગના ઉત્તર પ્રદેશના હોવાનું સામે આવ્યું.

 

 

દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં મોટાભાગની નોનવેજના કારખાનાઓ, દુકાનોની સાથે સાથે હોટલના અને બેકરીના માલિકો, સંચાલકો દ્વારા આ ગેરકાયદે કામગીરી કરવામાં આવી હતી. તો બીજી તરફ મળતી માહિતી પ્રમાણે દાહોદ શહેરમાં મોટાભાગના નોનવેજની દુકાનો ચલાવનાર વ્યક્તિઓ યુ.પી., બિહારના હોવાનું સામે આવ્યું છે ત્યારે અહીં પ્રશ્ન એ પણ ઉભો થાય છે કે, નોનવેજની દુકાનો ચલાવનાર માલિકો, સંચાલકો દ્વારા રોજગાર, ધંધો ચલાવવા માટે પાલિકા તંત્ર તેમજ સંબંધિત તંત્રની મંજુરી લીધી છે કે કેમ ? કે પછી મંજુરી વગરજ દાહોદ શહેરમાં નોનવેજની દુકાનો બેરોકટોક ધમધમી રહી છે. દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તાર ખાતે આવેલ સ્વીટ એન્ડ ફરસાણ, નીપા પાઈપ, મુફદ્દલ મહોલ્લા, ન્યુ લઝીઝ કેટરર્સ સહિતના ધંધાકીય એકમો દ્વારા બારોબાર પાલિકા તંત્ર અને સ્માર્ટ સીટીના સત્તાધીશોને જાણ કર્યા વગર ૭૦ મીટર સુધી ઓપન ગટર બનાવી દેવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

સ્ટ્રોંમ વોટર લાઈનને નુકસાન પહોંચાડનાર કોમર્શિયલ એકમો સીલ કરાશે.?

 

 

દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તારમાં વરસાદી પાણીની ચેમ્બરોમાં ધંધાકીય એકમો દ્વારા પોતાના એકમોનો એઢવાડ, ગંદકી તેમજ કચરો નાંખવામાં આવતાં આવનાર દિવસોમાં પાલિકા તંત્ર આવા એકમો પણ સખ્ત બનશે તેમ લાગી રહ્યું છે અને સીલ મારવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવનાર હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે બીજી તરફ આ અંગેની જાણ થતાં દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તાર સહિતના દાહોદ શહેરમાં હોટલોના માલિકો સહિત ખાણીપીણીની દુકાનો તેમજ લારીગલ્લાળાઓમાં એક પ્રકારના ફફડાટની સાથે સાથે દોડધામના દ્રશ્યો પણ સર્જાયા હતાં. વધુમાં મળતી માહિતી પ્રમાણે દાહોદ શહેરના ગોદી રોડ વિસ્તાર ખાતેના હોટલાના માલિકો તેમજ નોનવેજની દુકાનદારોને પાલિકા તંત્રની એન્ટ્રી થશેની જાણ થતાં તેઓએ તાબડતોડ પોતે બનાવેલ ચેમ્બરોની સફાઈ પણ કરી નાંખવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

Share This Article