Friday, 21/11/2025
Dark Mode

લીમખેડા થી લીમડી સ્ટેટ હાઈવે ખખડધજ:ડુંગરી થી લીમડી સુધીના હાઇવે પર ઠેર ઠેર મોટા ખાડા, વાહનચાલકો હેરાન પરેશાન

November 18, 2025
        58
લીમખેડા થી લીમડી સ્ટેટ હાઈવે ખખડધજ:ડુંગરી થી લીમડી સુધીના હાઇવે પર ઠેર ઠેર મોટા ખાડા, વાહનચાલકો હેરાન પરેશાન

દક્ષેશ ચૌહાણ ઝાલોદ

લીમખેડા થી લીમડી સ્ટેટ હાઈવે ખખડધજ:ડુંગરી થી લીમડી સુધીના હાઇવે પર ઠેર ઠેર મોટા ખાડા, વાહનચાલકો હેરાન પરેશાન

દાહોદ તા. ૧૭લીમખેડા થી લીમડી સ્ટેટ હાઈવે ખખડધજ:ડુંગરી થી લીમડી સુધીના હાઇવે પર ઠેર ઠેર મોટા ખાડા, વાહનચાલકો હેરાન પરેશાન

લીમખેડાથી લીમડી તરફ જતા સ્ટેટ હાઈવે રોડ ખખડધજ બની ગયો છે,ઝાલોદ તેમજ રાજસ્થાનના વાંસવાડા જેવા ગામોને જોડતા સ્ટેટ હાઇવે પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડયા છે,જેના કારણે વાહનચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે.આ હાઇવે રોડ પર ઠેર ઠેર મોટા મોટા ખાડાઓ પડ્યા છે ત્યારે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને ડુંગરી થી લીમડી સુધીનો રોડ ખખડધજ હાલતમાં છે. ડુંગરી થી લીમડી સુધીના હાઈવે પર જ્યાં નજર જાય ત્યાં મસમોટા ખાડાઓ જોવા મળે છે,સાથે લીમખેડા થી લીમડી સુધીના રોડ પર ખાડાઓમાં ખાડા પૂરવા માટે ફ્લેવર બ્લોક નો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે.જે કોને આ ખાડાઓમાં ફ્લેવર બ્લોક નાખ્યા તે પણ તપાસ નો વિષય છે. લીમખેડા થી લીમડી રોડ પર વારંવાર અકસ્માત સર્જાઇ રહ્યા છે.અકસ્માતના કારણે અનેક લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ત્યારે આ સ્ટેટ હાઈવે પર મસમોટા ખાડાઓના કારણે વાહનચાલકો અને રાહદારીઓ હેરાન પરેશાન થઈ રહ્યા છે.લીમખેડા થી લીમડી સ્ટેટ હાઈવે ખખડધજ:ડુંગરી થી લીમડી સુધીના હાઇવે પર ઠેર ઠેર મોટા ખાડા, વાહનચાલકો હેરાન પરેશાન

સ્થાનિક લોકોએ અને વાહન ચાલકોએ તંત્રને અનેકવાર રજૂઆતો કરવા છતાં કોઇ નિવારણ આવચું નથી. ત્યારે વાહનચાલકોએ પણ તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળ્યો છે અને તાત્કાલીક આ નેશનલ હાઈવે પરના ખાડાઓ પુરી રોડનું સમારકામ કરવા ઉગ્ર માંગ કરી રહ્યા છે.

લીમખેડા થી લીમડી સ્ટેટ હાઈવે ખખડધજ:ડુંગરી થી લીમડી સુધીના હાઇવે પર ઠેર ઠેર મોટા ખાડા, વાહનચાલકો હેરાન પરેશાન

સ્થાનિક :- રેમનભાઈએ જણાવ્યું કે લીમખેડા થી લીમડી રોડ ગંભીર હાલતમાં છે ખરાબ છે એ અમારે રોડ બંને એવી માંગ છે. 

લીમખેડા થી લીમડી સ્ટેટ હાઈવે ખખડધજ:ડુંગરી થી લીમડી સુધીના હાઇવે પર ઠેર ઠેર મોટા ખાડા, વાહનચાલકો હેરાન પરેશાન

ડુંગરી ગામના સરપંચ અલ્પેશ હઠીલાએ જણાવ્યું કે લીમખેડા થી લીમડી સ્ટેટ હાઇવે બહુ બિસ્માર હાલત માં છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ તંત્ર દ્વારા કોઈપણ જાતની નોંધ લેવામાં આવી નથી જેના ખાડા પણ પુરવામાં આવ્યા નથી દિન પ્રતિ દિન એકસીડન્ટ થાય છે અમારા ધ્યાન મુજબ બે ચાર મહિનામાં ચારથી પાંચ એકસીડનો થયા છે એમાં ઘટના સ્થળે જ મોતનીપ્યા છે એના જવાબદાર પણ કોણ અમારે તંત્રને નમ્ર વિનંતી છે કે વહેલામાં વહેલી તકે આ રોડનું સમારકામ કરવામાં આવે જેથી કરીને લોકોને મુશ્કેલીઓનો સામનો ના કરવો પડે.

વાહનચાલક :- હઠીલા અનિલભાઈએ જણાવ્યું કે લીમખેડા થી લીમડી રોડ ખરાબ હાલતમાં છે ગાડીઓ ચલાવવામાં અમને તકલીફ પડી રહી છે વહેલી તકે બનાવે તેવી સરકારને વિનંતી કરું છું.

લીમખેડા થી લીમડી સુધીના ખખડધજ રોડ બાબતે માર્ગ અને મકાન વિભાગના અધિકારી હિમાની શાહ સાથેવાત કરતા તેમણે જણાવ્યુ હતુ કે, આ રોડના રીપેરીંગની કામગીરી ટુક સમયમા શરુ કરવામા આવશે તેવું જણાવ્યુ હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!