Tuesday, 25/11/2025
Dark Mode

દેવગઢ બારીઆ તાલુકાના રામા ગામે નદી કિનારે ખેતરમાં કામ કરતી મહિલા ઉપર દીપડાનો હુમલો, મહિલાએ દીપડાનો હિંમતભેર સામનો કરતા દીપડો જંગલમાં ભાગ્યો..

November 18, 2025
        1303
દેવગઢ બારીઆ તાલુકાના રામા ગામે નદી કિનારે ખેતરમાં કામ કરતી મહિલા ઉપર દીપડાનો હુમલો,  મહિલાએ દીપડાનો હિંમતભેર સામનો કરતા દીપડો જંગલમાં ભાગ્યો..

દેવગઢ બારીઆ તાલુકાના રામા ગામે નદી કિનારે ખેતરમાં કામ કરતી મહિલા ઉપર દીપડાનો હુમલો,

મહિલાએ દીપડાનો હિંમતભેર સામનો કરતા દીપડો જંગલમાં ભાગ્યો..

વન્યપ્રાણી દીપડાને પકડવા વન વિભાગની કાર્યવાહી, ઇજાગ્રસ્ત મહિલાને દવાખાને ખસેડાઈ 

દાહોદ તા.૧૮

દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના રામા ગામે ખેતરમાં કામ કરતી એક આધેડ મહિલા ઉપર વન્ય પ્રાણી દીપડાએ હુમલો કરતા આધેડ મહિલા એ દિપડા સાથે બાથ ભીડી તેનો સામનો કરતા દીપડો જંગલ તરફ ભાગ્યો હતો. મહિલાને ગંભીર ઈજાઓ થતા સારવાર હેઠળ ખસેડાયો છે. વનવિભાગના કમીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આનાથી પંથકમાં ફફડાટ વ્યાપ્યો છે. મહિલાને ગંભીર ઈજા થતા સારવાર હેઠળ ખસેડાઈ બુમાબૂમ કરતા આસપાસના લોકો દોડી આવ્યા હતા.

દેવગઢ બારીયા તાલુકાના રામા ગામે પ્રાથમિક શાળાની બાજુમાં આવેલ પટેલ ફળિયામાં રહેતા સુમિત્રાબેન કાંતિભાઈ પટેલ ઉમર વર્ષ ૫૦ નાઓ સવારના નદી કિનારે આવેલ તેમના ખેતરમાં ખેતી કામ અર્થે ગયા હતા. ત્યારે સવારના આઠ વાગ્યાના અરસામાં વન્ય પ્રાણી દીપડો એકાએક આવી ચડ્યો હતો અને ખેતરમાં કામ કરતા સુમિત્રા બેન પટેલ ઉપર હુમલો કરતા તેઓએ આ દીપડાનો સામનો કરી તેની સામે બૂમાબૂમ કરતા દીપડો જંગલ તરફ નાસી છૂટ્યો હતા. જ્યારે બુમા બુમ કરતા અન્ય નજીક ના ખેતરોમાં કામ કરતા ગ્રામજનો દોડી આવ્યાં હતા. ત્યારે આ સુમિત્રાબેન ઉપર દીપડાએ હુમલો કરતા ગંભીર ઈજાઓ થતા તે લોહી લુહાણ થઈ જતા તેમને સારવાર અર્થે દેવગઢ બારીઆ ની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યારે આ બનાવની જાણ સ્થાનિક વન વિભાગના અધિકારીઓને થતા તેઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ વાત વાયુ વેગે પંથકમાં પ્રસરતા ખેતી કામ કરતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!