Tuesday, 25/11/2025
Dark Mode

*ખેડૂતોને સહાય પેકેજ જાહેર કરીને સરકાર ખેડૂતોના પડખે અડીખમ ઊભી રહી ખેડૂતના હિતને સર્વોપરી મહત્ત્વ આપ્યું* *કુદરતી આફતમાં થયેલ પાક નુકસાની જેવા કપરા સમયે સરકાર ખેડૂતોની પડખે છે.-દાહોદ એપીએમસી ચેરમેન તેમજ દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી*

November 9, 2025
        837
*ખેડૂતોને સહાય પેકેજ જાહેર કરીને સરકાર ખેડૂતોના પડખે અડીખમ ઊભી રહી ખેડૂતના હિતને સર્વોપરી મહત્ત્વ આપ્યું*  *કુદરતી આફતમાં થયેલ પાક નુકસાની જેવા કપરા સમયે સરકાર ખેડૂતોની પડખે છે.-દાહોદ એપીએમસી ચેરમેન તેમજ દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી*

રાજેશ વસાવે :- દાહોદ 

*ખેડૂતોને સહાય પેકેજ જાહેર કરીને સરકાર ખેડૂતોના પડખે અડીખમ ઊભી રહી ખેડૂતના હિતને સર્વોપરી મહત્ત્વ આપ્યું*

*કુદરતી આફતમાં થયેલ પાક નુકસાની જેવા કપરા સમયે સરકાર ખેડૂતોની પડખે છે.-દાહોદ એપીએમસી ચેરમેન તેમજ દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરી*

દાહોદ તા. ૮

રાજ્યના ખેડૂતોને તાજેતરના કમોસમી વરસાદથી થયેલા પાક નુકસાન સામે રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદની નુકસાનીની સ્થિતિ બાદ ખેડૂતોની પડખે રહી અને ગતરોજ રૂ. ૧૦,૦૦૦ કરોડનું રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. 

ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે વ્યાપક નુકસાન થયું હતું. જેના કારણે ખેડૂતો દ્વારા સરકારશ્રી રાહત પેકેજ આપે તેવી આશા હતી. જેના પગલે રાજ્ય સરકાર દ્વારા સર્વે કરી રૂ.૧૦,૦૦૦ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકાર દ્વારા કમોસમી વરસાદ થકી થયેલી નુકસાનીનો અંદાજ મેળવવા માટે સમગ્ર રાજ્યમાં ખેડૂતોને થયેલ નુકસાનીનો તાગ મેળવવામાં આવ્યો હતો. 

ત્યારે કુદરતી આફત થકી ખેડૂતોના ઊભા પાકમાં ઘણું નુકસાન થવા પામ્યુ છે ત્યારે આવા કપરા સમયે પણ સરકાર ખેડૂતોની પડખે છે. ખેડૂતોને સહાય પેકેજ જાહેર કરીને સરકારે ખેડૂતોના હિતને સર્વોપરી ગણી પ્રજા વાત્સલ્યની ભાવના વ્યક્ત કરી છે ત્યારે દાહોદ એપીએમસી ચેરમેન તેમજ દાહોદ ધારાસભ્યશ્રી કનૈયાલાલ કિશોરીએ પોતાની વાત રજૂ કરી છે.

000

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!