
રાજેશ વસાવે :- દાહોદ
મહુડી ગામે ૨ ઓક્ટોમ્બર ના રોજ મહુડી ગામના સરપંચ શ્રી ના અધ્યક્ષ સ્થાને મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાય હતી
મહુડી ગ્રામસભા (ઝાલોદ) તા. ૪
મહુડી ગામે ૨ ઓક્ટોમ્બર ના રોજ મહુડી ગામના સરપંચ શ્રી ના અધ્યક્ષ સ્થાને મંત્રીશ્રીની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાય હતી જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો એ ભાગ લીધો હતો ગ્રામસભામાં ઘણા પેન્ડિંગ પ્રશ્નો તેમજ વિકાસ લક્ષી કામો પર સર્ચા કરવામાં આવી જેમાં રાજેશભાઈ વસૈયા નાઓએ ગામના એક જાગૃત નાગરિક તરીકે ગ્રામપંચાયત નું વિભાજન,શિક્ષણ,આરોગ્ય, જાહેર હિતના કાર્યો માટે રજૂઆત કરી હતી જેમાં મુખ્ય પ્રાથમિક શાળાની SMC સભ્યોમાં ફેરફાર કરવા અને 12 પાસ થી ઉપરનું શિક્ષણ મેળવેલ હોય તેવા વાલીઓને SMC માં સમાવેશ કરવા તેમજ શિક્ષણ સલાહકાર સભ્યો અલગ થી મૂકવા જેવા ફેરફાર કરવા નો ઠરાવ , મહુડી સ્ટેશન પર ફૂટપાથ, સ્ટેશન પર જાહેર શૌચાલય , તેમજ ગ્રામપંચાયત નું વિભાજ કરવા બાબતે ઠરાવ લેવડાવતા હલચલ જોવા મળી અને સરપંચશ્રીના પિતાશ્રી સુરમલભાઇએ વિરોધ નોંધાવતા તમામ ઉપસ્થિત ગ્રામજનોએ એક જ સૂરમાં પંચાયત વિભાજન માટે ઠરાવ કરવા ખાસ ભાર મૂક્યો હતો. ઉપસ્થિત મંત્રીશ્રીને ઠરાવમાં લેવા હાકલ પાડી હતી . જ્યારે તાલુકા પંચાયત માંથી નિમણૂક થઈ આવેલ અધિકારી ગેરહાજર રહ્યા હતા તેઓને ગેરહાજર રિપોર્ટ કરવા ગ્રામજનોએ જણાવ્યું હતું ત્યારબાદ ગ્રામસભા પૂર્ણ જાહેર કરવામાં આવી હતી.