
રાજેશ વસાવે :- દાહોદ
*દાહોદ જિલ્લાની દાહોદ નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે અનામત બેઠકોની ફાળવણી બાબત*
*દાહોદ નગરપાલિકા માટે ૯ વોર્ડ અને ૩૬ બેઠકો નિર્ધારિત*
દાહોદ તા. ૩
રાજ્ય ચૂંટણી આયોગના આદેશથી દાહોદ જિલ્લાની દાહોદ નગરપાલિકાની આગામી સામાન્ય ચૂંટણી માટે અનામત બેઠકો નિર્ધારિત કરવામાં આવી છે. દાહોદ નગરપાલિકા માટે ૯ વોર્ડ અને ૩૬ બેઠકો નિર્ધારિત કરવામાં આવી છે. જે પૈકી અનુસૂચિત જાતિ ની ૨ બેઠકો પૈકી ૧ બેઠક સ્ત્રી માટે અનામત, અનુસૂચિત આદિજાતિની ૬ બેઠક પૈકી ૩ સ્ત્રી માટે અનામત તેમજ પછાતવર્ગની ૧૦ બેઠકો પૈકી ૫ બેઠકો પછાતવર્ગ ની સ્ત્રીઓ માટે અનામત રાખવામાં આવી છે. આમ, સ્ત્રીઓ માટેની અનામત બેઠકની કુલ સંખ્યા ૧૮ છે, જેની જિલ્લા મ્યુનીસિપલ ચૂંટણી અધિકારી અને કલેક્ટરશ્રી દ્વારા બહોળી પ્રસિદ્ધિ કરવામાં આવે છે.
000