
યાસીન ભાભોર:- ફતેપુરા
*પંચમહાલ ગોધરા સ્ટુડન્ટ પોલીસ કેડેટ બિનનિવાસી કેમ્પ,2025 ગોધરા તાલુકાની રતનપુર પ્રાથમિક શાળા ખાતે યોજ્યો*
દાહોદ તા. ૨૯
પંચમહાલ જિલ્લા સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા રતનપુર પ્રાથમિક શાળામાં બિન નિવાસી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.બાળકોનો સર્વાગી વિકાસ આત્મનિર્ભરતા તેમજ તેમનામાં રહેલી વિવિધ પ્રકારની શક્તિ બહાર લાવીને બાળકો સમાજમાં સારા નાગરીક બનીને કાયદો વ્યવસ્થા પાલન કરે તે હેતુથી આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમમાં વિવિધ પ્રકારની હરીફાઈ,રમતો,પરેડ તેજચાલ,માર્ચ યોજવામાં આવી હતી તેમજ પ્રેક્ટિકલ કાયદાનું જ્ઞાન,ડિઝાસ્ટર મેનેજમેન્ટ બચાવ કાર્ય,સાયબર ક્રાઇમ,જીવન કેરિયરનું માર્ગદર્શન,112 જનરક્ષક માહિતી આપવામાં આવી હતી તથા ટ્રાફિક મેનેજમેન્ટ અને વિવિધ પ્રકારના દંડ ની માહિતી આપવામાં આવી હતી તેમજ સમુહ ચર્ચા કરવામાં આવી હતી.તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.
આ કેમ્પમાં માધ્યમિક શાળાનાં આચાર્ય હર્ષવર્ધન પુવાર,પ્રાથમિક શાળાનાં આચાર્ય ભરત પટેલ,ગોકળ પરમાર,દશરથ પરમાર,CDPO મેકવાન,હિતેશ ભાટીયા, અર્ચના પટેલ,દિપક પરમાર,અશોક પરમાર,આરોગ્ય વિભાગ ઝુબેર,ભાવિન સેવક, પ્રિયંકા પરમાર તથા જીલ્લા ટ્રાફિક ગોધરા પંચમહાલ કરણસિંહ પરમાર.રામદેવસિંહ વાઘેલા તેમજ તેમની ટીમ,સાયબર ક્રાઈમ બ્રાન્ચના મહેન્દ્ર માછી,યોગેશ રોહિત,અંજુ વસાવા તેમજ તેમની ટીમ તથા કાંકણપુર પોલીસ સ્ટેશન પીઆઈ એસ.એલ.કામોલ ઉપસ્થિત રહ્યા હતા