
કલ્પેશ શાહ: સીંગવડ
સિંગવડ તાલુકાના ધામણબારી પ્રાથમિક શાળા ખાતે ધરતી આંબા જનજાગૃતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન કાર્યક્રમ યોજાયો..
સીંગવડ તા. ૧૦
સિંગવડ તાલુકાના ધામણબારી પ્રાથમિક શાળા ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છાપરવડ તથા આરોગ્ય વિભાગ દ્વારા ધરતી આંબા જનજાગૃતિ ગ્રામ ઉત્કર્ષ અભિયાન કાર્યક્રમ ઉજવાયો જેમાં આરોગ્ય વિભાગ દ્વારા પી.એમ.જે.વાય કાર્ડ બનાવવામાં આવ્યા તથા N.C.D. સ્ક્રીનિંગ સિકલ સેલ કામગીરી ટીબી મલેરીયા ડેન્ગ્યુ પાણીજન્ય રોગો ન થાય તે
માટેની જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જ્યારે આ કાર્યક્રમમાં ધામણબારી ગામના નારસિંગ ભાઈ પરમાર તાલુકા વિકાસ અધિકારી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર છાપરવડ ના ડોક્ટર પ્રિતેશ પટેલ તથા આરોગ્ય કર્મચારીઓ નાગરિકો પણ હાજર રહ્યા હતા અને લોકોને વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી