
સીંગવડ તાલુકાની 16 ગ્રામ પંચાયતોની ચૂંટણી સંદર્ભે પોલીસને ચૂંટણીની જવાબદારી સોંપાઈ..
સીંગવડ તા. ૨૦
સિંગવડ તાલુકાની 16 ગ્રામ પંચાયતો અને એક પેટા ગ્રામ પંચાયતની ચૂંટણી તથા અમુક ગામોના વોર્ડ સભ્યોની ચૂંટણી 22-6-2025 ના રોજ યોજાવાની હોય તેમાં રણધીપુર પોલીસ સ્ટેશન પીઆઇ એન કે ચૌધરી દ્વારા પોલીસ કર્મચારીઓ તથા જીઆરડી કર્મચારીઓ હોમગાર્ડ જવાનો ને રંધીપુર પોલીસ સ્ટેશનના ખાતે ચૂંટણી માટેની જવાબદારી ના પોસ્ટિંગ કરવામાં આવ્યા હતા.જ્યારે શનિવાર સવારથી સિંગવડ મામલતદાર ઓફિસ ખાતે થી બેલેટ પેપર સાથે પ્રીસાઇડિંગ ઓફિસર આસિસ્ટન્ટ પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ એજન્ટ પટાવાળા એમ કુલ પાંચ કર્મચારીઓ જવાના હોય જ્યારે તેમના સાથે પોલીસ જવાન અને જી આર ડી જવાનોને હોમગાર્ડ જવાન પણ જવાના હોય તેના માટે પોસ્ટિંગ કરવામાં આવી હતી જ્યારે રણધીપુર પીઆઇ એન કે ચૌધરી દ્વારા કોઈપણ ચૂંટણી દરમિયાન અનિચ્છનીય બનાવ ન બને તેની કાળજી લેવા જણાવ્યું હતું.