સિંગવડ થી પીપલોદ જતા સ્ટેટ હાઇવે પર નાળુ ધોવાઈ જતા અકસ્માતનો ભય..

Editor Dahod Live
1 Min Read

સિંગવડ થી પીપલોદ જતા સ્ટેટ હાઇવે પર નાળુ ધોવાઈ જતા અકસ્માતનો ભય..

સીંગવડ તા. ૨૦ 

સિંગવડ થી પીપલોદ જતા સ્ટેટ હાઇવે ના ડામર રસ્તા પર પસાયતા ગામે એક બાજુ નુ નાળુ ધોવાઈ જતા એકસીડન્ટ થવાનો ભય સિંગવડ થી પીપલોદ જતા પસાયતા ગામે સ્ટેટ હાઇવે ના રસ્તા પર નાળુ બનાવવામાં આવેલું હતું તે નાળુ વરસાદ પડતા પહેલા જ ધોવાઈ જતા તે નાળા પર એકસીડન્ટ થવાનો ભય રહેતો હોય જ્યારે નાળાના ઉપરનો કાઠો તૂટી ગયો હોય અને દૂરથી સામ સામે વાહન આવે તો તે વાહન ચાલકને તે તૂટેલા નાળા ની સાઈડમાં વાહન ઉતારવા જતા એ નાળામાં મોટો એક્સિડન્ટ થઈ શકે તેમ છે જ્યારે આ નાળા નો કાઠો તૂટી જવાથી અને તે જગ્યા પર સરકારી તંત્ર દ્વારા કશું મૂકવામાં નહીં આવતા તેના લીધે વાહન ચાલકને તેનું ધ્યાન આવી શકે તેમ નથી માટે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આ નાળા ને બનાવવામાં આવે તેવી લોકોની તથા વાહન ચાલકોની માંગ ઉઠવા પામી છે જ્યારે જ્યાં સુધી તેને બનાવવામાં નહીં આવે ત્યાં સુધી તેની આજુબાજુ સેફટી માટે કશુંક મૂકવામાં આવે તેવી પણ માંગ ઉઠવા પામી છે.

Share This Article