સિંગવડમાં પતંગડી થી પીપલોદ જતી બસ પાંચ દિવસથી બંધ, વિદ્યાર્થી મુસાફરોને હાલાકી..

Editor Dahod Live
2 Min Read

સિંગવડમાં પતંગડી થી પીપલોદ જતી બસ પાંચ દિવસથી બંધ, વિદ્યાર્થી મુસાફરોને હાલાકી..

સીંગવડ તા. ૨૦

સિંગવડ તાલુકાના પતંગડી થી પીપલોદ જતી બસ ચાલુ કરવામાં આવી તે ચાર પાંચ દિવસથી બંધ થઈ જતા ચોમાસામાં વિદ્યાર્થીઓ તથા ખેડૂતોને પડતી મુશ્કેલીઓ પતંગડી થી પીપલોદ ની બસ નવી ચાલુ કરવામાં આવી હતી .જ્યારે આ બસ થોડાક સમય પહેલા દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર તથા લીમખેડા ના ધારાસભ્ય શૈલેશભાઈ ભાભોર દ્વારા અંદરના ગામોમાં વિદ્યાર્થીઓ તથા મુસાફરોને બસની સુવિધા મળી રહે તે હેતુથી ચાલુ કરવામાં આવી હતી જેમાં નવાગામ પતંગડી વાઘનાળા ખુદરા લીંબોદર વગેરે ગામના વિદ્યાર્થીઓ તથા ખેડૂતોને તથા મુસાફરોને બસની સુવિધા મળી રહે તે માટે આ બસને ચાલુ કરવામાં આવી હતી જ્યારે આ બસને ચાલુ કર્યા પછી થોડાક સમય બસ ચાલ્યા પછી એસટી બસ ના અધિકારીઓ દ્વારા આ બસને પતંગડી થી પીપલોદ નો એક ફેરો કરીને પછી તે પીપલોદ થી સિંગવડ ના ફેરા માટે મૂકી દેવામાં આવી હતી જ્યારે ચાર પાંચ દિવસથી આ બસ પતંગડી જવાનું બંધ થઈ જતા ત્યાંથી ભણવા માટે જતા વિદ્યાર્થીઓ તથા ખેડૂતો અને મુસાફરો માટે આ બસ બંધ થઈ જતા અટકાવવાનો વારો આવ્યો હતો જ્યારે બસને ચાલુ કર્યા પછી તેને રેગ્યુલર ચલાવવા માટે એસ.ટી તંત્ર ની જવાબદાર અધિકારીઓ દ્વારા તેને રેગ્યુલર ચલાવવા માટે ધ્યાન આપવું જરૂરી છે જ્યારે પતંગડીની બસ માટે પતંગડી તાલુકા પંચાયતના સદસ્ય દ્વારા પણ રજૂઆત કરવામાં આવી હતી અને પાછી ચાલુ કરવા માટે માંગ ઉઠવા પામી હતી

Share This Article