
સિંગવડમાં ફૂડ સેફટી વિભાગ દ્વારા ખાણીપીણીની હોટલોમાં ચેકિંગ હાથ ધરાયો.
સિંગવડ નગર ખાતે ક્રૂડ સેફટી વિભાગ ના કર્મચારીઓ દ્વારા 6 જેટલી હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતુ ..
સીંગવડ તા. ૨૦
સિંગવડ નગર ખાતે 20.6.25 ના રોજ ફૂડ સેફટી વિભાગ દાહોદના કર્મચારીઓ દ્વારા સિંગવડ નગરની છ જેટલી નાસ્તાની હોટલોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એમાં T.P.C મશીનથી તેલની ગુણવત્તા ચેક કરવામાં આવી હતી જ્યારે અધિકારીઓ દ્વારા હોટલોના માલિકને તેમને ખરાબ તેલ નહીં વાપરવા માટે સલાહ આપવામાં આવી હતી જ્યારે અમુક જગ્યાએ તેલની ગુણવત્તા ચેક કરી તેમાં બરોબર દેખાતા અધિકારીઓ દ્વારા તેમને થોડાક સલાહ સૂચનો આપવામાં આવ્યા હતા જ્યારે હોટલોમાં ચોકસાઈ રાખવા તથા પ્લેન કાગળ અથવા નાસ્તાની ડીશો વાપરવા માટે પણ જણાવ્યું હતું જ્યારે અધિકારીઓ દ્વારા દુકાનના લાયસન્સને પણ ચેક કરવામાં આવ્યા હતા.