
ઈલિયાશ શેખ :- સંતરામપુર
કોના પૈસે દિવાળી: સંતરામપુરમાં છ મહિના પહેલા બનાવેલો આરસીસી રોડ નગરપાલિકાએ તોડી નાખતા આશ્ચર્ય..
સંતરામપુર તા. ૧૬
સંતરામપુર પાલિકાએ છ માસ અગાઉ નવો જ આરસીસી રસ્તો બનાવ્યો અને ભૂગર્ભ ગટરનો પાઈપો નાખવા ફરી તોડી પાડ્યો તેની રીપેરીંગ કરવા માટે થીગડા મારવા માટે તે પણ વેટ ઉતાર્યો હોય તેવું લાગી રહ્યું સંતરામપુર નગરપાલિકા દ્વારા હુસેની ચોક વિસ્તાર પીપળી ફળિયામાં નવો જ રસ્તો બનાવેલો હતો અને તોડી પાડવામાં આવેલો હતો પરંતુ તંત્ર દ્વારા ચોમાસા પહેલા સ્થાનિક લોકો વારંવાર રજૂઆત કરતા તેને રીપેરીંગ કરવા માટે આજે રીપેરીંગ કરવા આવેલા હતા ત્યારે રેતી કપચી અને સિમેન્ટ સાધન સામગ્રી ટેક્ટર ના ટોલામાં જ આયોજન વગર અંદરથી જ સાધન સામગ્રી બનાવીને કામગીરી હાથ ધરવામાં આવેલી હતી તેના નિયમ મુજબ કામગીરી દરમિયાનમાં સિમેન્ટ રેતી અને કપચી દરેક વસ્તુ જમીન ઉપર જ તેનો સરખો માલ બનાવીને રીપેરીંગ કરવાનો હોય છે પરંતુ આજે કોન્ટ્રાક્ટર દ્વારા રોડની વચ્ચોવચ ટ્રેકટરના ટોલામાં જ ઉપર જ અંદાજિત માલનું મિશ્રણ કરીને જમીનમાં પધરાવી દીધો અને કામગીરીમાં વેટ ઉતારી જોવા મળી આવેલી છે તે ખરેખર તપાસનો વિષય બનાવજે સામાન્ય કામગીરીમાં તંત્રની બેદરકારી જોવા મળી આવી છે.