*આગામી સમયમાં યોજાનાર ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/ મધ્યસત્ર /પેટા ચૂંટણીની કામગીરીની સમીક્ષા અંગે વિડિયો કોન્ફરન્સ યોજાઈ*

Editor Dahod Live
1 Min Read

રાજેશ  વસાવે :- દાહોદ 

*આગામી સમયમાં યોજાનાર ગ્રામ પંચાયતોની સામાન્ય/ વિભાજન/ મધ્યસત્ર /પેટા ચૂંટણીની કામગીરીની સમીક્ષા અંગે વિડિયો કોન્ફરન્સ યોજાઈ*

દાહોદ તા. ૨૮ 

આગામી સમયમાં યોજાનાર ગ્રામ પંચાયતોની સામાન્ય / વિભાજન / મધ્યસત્ર / પેટા ચૂંટણી માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે તેમજ કામગીરીની સમીક્ષા માટે રાજ્ય ચૂંટણી આયોગના કમિશ્નર શ્રીના અધ્યક્ષસ્થાને વિડિયો કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

આ દરમ્યાન ચૂંટણી કમિશનર દ્વારા તમામ જિલ્લાઓ સાથે સંકલન સાધી ચૂંટણી દરમ્યાન કરવામાં આવતા આયોજન અને કરવામાં આવેલી તૈયારીની માહિતી મેળવી કામગીરીની સમીક્ષા કરી માર્ગદર્શન આપવા સહિત જરૂરી સૂચનો કર્યા હતા.

જેમાં બેલેટ પેપર, બેલેટ બોક્સ, સ્ટ્રોંગ રૂમ, કાઉન્ટિંગ રૂમ ની વ્યવસ્થા, સિક્યુરિટી વ્યવસ્થા, આર. ઓ., એ

આર. ઓ., નોડલ અધિકારી તેમજ પોલિંગ સ્ટાફની નિમણુંક કરવા સહિતની તમામ પ્રકારની ચૂંટણી લક્ષી વ્યવસ્થા ની સમીક્ષા કરવામાં આવી હતી.

000

Share This Article