Sunday, 01/06/2025
Dark Mode

ધાનપુરમાં સસરાના ત્રાસથી પીડિત પરણીતાની મદદથી આવેલી 181 અભયમેં સુખદ સમાધાન કરાવ્યું..

May 28, 2025
        59
ધાનપુરમાં સસરાના ત્રાસથી પીડિત પરણીતાની મદદથી આવેલી 181 અભયમેં સુખદ સમાધાન કરાવ્યું..

ધાનપુરમાં સસરાના ત્રાસથી પીડિત પરણીતાની મદદથી આવેલી 181 અભયમેં સુખદ સમાધાન કરાવ્યું..

ધાનપુર તાલુકાના એક ગામમાંથી પીડિતાના સસરા દ્રારા માનસિક ત્રાસ આપી અપશબ્દ બોલી હેરાનગતિ કરતા 181 લીમખેડા ટીમ મદદે આવી હતી. અને કાઉન્સિલિંગ કરાવી સુખદ સમાધાન કરાવ્યું હતું. 

દાહોદ તા. ૨૮ 

ધાનપુર તાલુકાના‌‌ એક ગ્રામ્ય વિસ્તાર માંથી પીડિતા દ્વારા 181 હેલ્પલાઇનમા‌ કોલ કરી મદદ માંગી જણાવ્યું હતું કે તેના સસરા દારૂનુ વ્યસન કરીને નાની નાની બાબતે તેમને અપશબ્દો બોલી માનસિક ત્રાસ આપી હેરાનગતિ કરે છે તેવો વારંવાર ખૂબ જ માનસિક ત્રાસ આપતા હોવાથી તમને સમજાવવા માટે 181 ટીમની મદદ માંગી હતી. કોલ આવતા તુરંત જ 181 ટીમ ઘટના સ્થળે પહોંચી અને પિડીતા ને આશ્વાસન આપી કાઉન્સિલિગ કરતા જણાવા મળ્યું કે તેમના સસરા અપશબ્દો બોલી માનસિક ત્રાસ આપી હેરાનગતિ કરે છે અને મારા છોકરા ને કશું કેહવાનુ નહિ અને તું તારા ઘરે જતી રહે તેમ કહી હેરાનગતિ કરતા હોવાથી તેવો કોઈ વાત સમજતા ન હોવાથી 181 ટીમની મદદ માંગી હતી જેથી 181 ટીમ દ્વારા બંને પક્ષોનુ અસરકારક કાઉન્સિલિગ કરી કાયદાકીય સલાહ સૂચન અને માર્ગદર્શન આપી તેમના સસરાને સમજાવેલ કે વ્યસન સ્વાસ્થ્ય માટે હાનીકારક છે અને તેમને બંને પતિ પત્ની વચ્ચે તમારે કશું કેહવાનુ નહિ અને તેવો તેમના દિકરા ની વહુ છે તેને પોતાના ની સાસરીમા‌ રેહવાનો હક છે તેની સમજ આપી તેમજ તેમને કાયદાનું ભાન કરાવેલ જેથી તેવો પોતાની ભુલ સ્વીકારી હતી અને હવે પછી બીજી વાર આવી ભુલ નહીં થાય તેમજ‌ હેરાનગતિ નહિ કરુ તેની બાંહેધરી આપી હતી.આમ, પિડીતાના સમસ્યાનુ સુખદ નિરાકરણ કરેલ જેથી તેવો 181 મહિલા હેલ્પલાઇન ટીમનો આભાર માન્યો હતો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!