સંતરામપુર નગરની ગોકુલધામ સોસાયટીમાં વીજ પુરવઠો ઓછો આવતા સ્થાનિક રહીશોની મુશ્કેલી બધી..

Editor Dahod Live
3 Min Read

ઈલિયાશ શેખ :- સંતરામપુર

સંતરામપુર નગરની ગોકુલધામ સોસાયટીમાં વીજ પુરવઠો ઓછો આવતા સ્થાનિક રહીશોની મુશ્કેલી બધી..

સંતરામપુર તા. ૨૭ 

 સંતરામપુર નર્સિંગ પુર ગ્રામ પંચાયતમાં આવેલો ગોકુલધામ સોસાયટી 50 જેટલા સોસાયટી વિસ્તારના પરિવારો મકાનો બાંધીને અહીંયા વસવાટ કરી રહ્યા છીએ છેલ્લા બે વર્ષથી વીજપુરવઠોનો ઓછો આવવાના કારણે મુશ્કેલી મીઠી રેલા છીએ બોર મોટર ટ્યુબલાઈટ પંખા બિલકુલ ચાલતા તરીકે પરિસ્થિતિ સર્જાયેલી છે સવાર મોટર ચાલુ કરે તો પાણી ભરવા માટે ફક્ત 10 મિનિટથી વધારે પાણીનો ઉપયોગ કરી શકતા નથી તેના માટે ઘરે મોટર હોવા છતાં કુવા પર પાણી ભરવા જવું પડતું હોય છે જ્યારે આ વિસ્તારની અંદર પંખા અને ટ્યુબ લાઈટ બિલકુલ ડીમ ચાલતી હોય છે આવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે આ સમસ્યાને લઈને મધ્ય ગુજરાત વીજ કંપનીમાં એન્જિનિયરની નંબર બે વિભાગમાં લેખિતમાં વારંવાર રજૂઆત પણ કરવામાં આવેલી હતી ઘણીવાર તો ઓછો પાવર આવવાના કારણે બોરમાંથી આવતો પાણી બંધ થઈ જાયતું હોય છે પાણી પણ ખેંચી શકતા નથી આ સોસાયટીની સ્થાપિત થયા પછી નવી બન્યા પછી બે થી ત્રણ વર્ષનો સમય પણ ગાળો વીતી ગયો તેમ છતાં અત્યારે વીજ કંપની તરફથી પૂરતી વીજ પુરવઠાની સુવિધાઓ મળતી નથી નવી સોસાયટી હોવાના કારણે ગ્રામ્ય કક્ષા હોવાના કારણે આ વિસ્તારમાં સુવિધા નો પણ અભાવ રહેલો છે સ્થાનિક સોસાયટી વિસ્તારના રહીશોની માંગણી છે કે અમારી બાજુ ટ્રાન્સપોર્ટેશન ડીપી નાખવામાં આવી અને પાવર વધારે મળે તો અમારે પાણી અને લાઈટની સુવિધા વધી જાય રાત્રિના સમયે આ આ સોસાયટી વિસ્તારના મોટાભાગના રહીશોના બાળકો 11 12 અને શિક્ષણ માટે રહેતા હોય છે રાત્રિના સમયે પંખા અને ટ્યુબલાઇટ કામ જ નથી કરતા તેવી પરિસ્થિતિ સર્જાયેલી છે અહીંયા એસી નાખવામાં આવે તો ચાલે જ નહીં વેરી તકે વીજ પુરવઠો મળી રહે તે માટેની માંગણી કરી છે અને લેખિતમાં પણ રજૂઆત કરેલી છે.

  વીજ ટ્રાન્સફોર્મર નાખવા માટે બે વર્ષથી અરજી કરી છે પણ કોઈ સાંભળતું નથી:- આર.પી.પારગી સ્થાનિક રહીશ 

ગોકુલધામ સોસાયટીમાં વીજ પુરવઠાનો પાવર ઓછો પડે છે અને તેના માટે છેલ્લા બે વર્ષથી ડીપી અલગ નાખવા માટેની અમારી રજૂઆત છે તો આ દિવસ સુધી કામગીરી કરવામાં આવેલી નથી 

ડીપી નાખવા માટે કોઈ સહકાર આપતો નથી માટે સમસ્યા સર્જાઈ છે:- એમડી રાવલ ડીઇ મધ્ય ગુજરાત વીજ કંપની વિભાગ 2..

આ સોસાયટી વિસ્તારના રહીશ છેલ્લા બે વર્ષથી ડીપી નાખવા માટે અને ટ્રાન્સપોર્ટેશન ફીટીંગ કરવા માટેની અમારી પાસે અરજી આવેલી છે પરંતુ અમે ત્યાંથી કોઈ સહકાર મળતો નથી સોસાયટી બાજુના ખેડૂતો વાંધો ઉઠાવી રહ્યા છે અહીંયાથ પસાર કરવા દેતા નથી તેના કારણે અમારી કામગીરી બંધ રહેલી છે અને અરજી તેમની પેન્ડિંગ છે સોસાયટી વિસ્તારના રહીશોને અને અગ્રણીઓની સાથે રાખીને અમે ટૂંક સમયમાં એમની સમયસરનો ઉકેલ લાવીશું અને વહેલી તકે તેમનું કામ પૂર્ણ કરી આપીશુ..

Share This Article