Sunday, 01/06/2025
Dark Mode

ગરબાડા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર નવા ફળિયા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.

May 27, 2025
        1510
ગરબાડા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર નવા ફળિયા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર નવા ફળિયા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.

ગરબાડા તા. ૨૭

ગરબાડા તાલુકાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર નવા ફળિયા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.

ગરબાડા સામી આરોગ્ય કેન્દ્ર નવા ફળિયા ખાતે રક્તદાન કેમ્પ યોજાયો હતો જે રક્તદાન કેમ્પ સામુહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટર આર.કે મહેતા તેમજ તાલુકા હેલ્થ ઓફિસર એ.આર ડાભીના સંયુક્તિ યોજાયો હતો. ગરબાડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર એ ગરબાડા તાલુકાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ છે. આ સી.એસ.સી સેન્ટર અંતરીયાળ વિસ્તારમાં આવેલું હોવાના કારણે અહીંયાથી માત્ર એક થી બે કિલોમીટર દૂર મધ્યપ્રદેશની બોર્ડર આવેલ છે તેમજ નજીકમાં અનેક મધ્યપ્રદેશને જોડતા ગામડાઓ પણ આવેલા છે જેના કારણે આ સીએસસી સેન્ટર ઉપર દર્દીઓની ભીડ ધમધમતી હોય છે અહીંયા રોજે 300 થી વધારે OPD કેસો નોંધાતા હોય છે. અને રોજે 8 થી 10 જેટલી મહિલાઓની ડિલિવરી પણ થતી હોય છે. આ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ઉપર ઈમરજન્સીમાં દર્દીઓને બ્લડ માટે હાલાકી ન પડે તે માટે બ્લડ સ્ટોરેજ કેન્દ્ર પણ અવેલેબલ છે અને જે બ્લડ સ્ટોરેજ રેડ ક્રોસ જોડે સંકળાયેલ છે. આ એક મહિનામાં બીજો રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો છે જેમાં આજે 30 યુનિટ જેટલો રક્તદાન કરવામાં આવ્યું છે જે રક્તદાન કરવામાં ચાર જેટલી મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અગાઉ યોજાયેલા રક્તદાન કેમ્પમાં 50 યુનિટ જેટલું બ્લડ એકત્રિત થયું હતું. અહીંયા ના તબીબો દ્વારા અંતરિયાળ વિસ્તારના દર્દીઓને કોઈપણ પ્રકારની સમસ્યા ન સર્જાય તે માટે તેઓને પૂરેપૂરી કાળજી લેવામાં આવે છે. આર સી એસ સી સેન્ટર અંતરિયાળ વિસ્તારના લોકો માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!