
રાજેશ વસાવે :- દાહોદ
પ્રથમ વરસાદે પોલખોલી:દાહોદના વિકાસમાં અવરોધ રૂપ બન્યાં માનવ સર્જિત પાણી ભરેલા ખાબોચિયા.!!
કમોસમી વરસાદે સ્માર્ટ સીટીના વિકાસ કાર્યોની પોલ ઉઘાડી; માનવ સર્જિત ખાબોચિયામાં પાણી ભરાઈ ગંદકીના દ્રશ્યો, સ્વચ્છતા સર્વેક્ષણ માટે પડકારરૂપ.!!
દાહોદ તા. 10
દાહોદ સ્માર્ટ સીટી પ્રોજેક્ટ અંતર્ગત રોડ રોડ અપડેટેશનની કામગીરી કર્યા બાદ શહેરના વિવિધ માર્ગો પર ચોમાસા પહેલા આવેલા કમોસમી વરસાદના પગલે ઠેર ઠેર પાણીનો ભરાવો થતો જોવા મળી રહ્યો છે. ઉપરોક્ત જગ્યાએ પાણીનો યોગ્ય નિકાલ ન થતા પાણીના ખાબોચિયામાં હવે ગંદકી પણ જોવા લાગી છે. જેના પગલે સ્માર્ટ સિટી મિશનમાં અધિકારીઓ તેમજ એજન્સી એ કરેલી મહેનત પાણીમાં જઈ રહ્યું હોય તેમ જોવાઈ રહ્યું છે. સાથે સાથે પાણી ભરેલા ખાબોચિયામાં થતી ગંદકીના સ્વચ્છતા સર્વેક્ષણમાં પણ આડખીલીરૂપ સાબિત થઈ રહી છે
સ્માર્ટ સિટી મિશન થકી કરોડો રૂપિયાના ખર્ચે અનેકવિધ વિકાસના કામ થયા છે.તેમાંય ખાસ કરીને સ્માર્ટ રોડ એપ્લિકેશન ની કામગીરી કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ અંતર્ગત શહેરના વિવિધ મુખ્ય 11 માર્ગોને પહોળા કરી સ્માર્ટ રોડ તરીકે વિકાસવામાં આવ્યા છે. જેના પગલે દાહોદની કાયાપલટ થઈ છે. અને સ્માર્ટ સિટી મિશન થકી દાહોદને દુબઈની તજ પર સ્માર્ટ સિટી બનાવવાના દાવા કરવામાં આવ્યા છે
પરંતુ ચોમાસા પહેલા આવેલા કમોસમી માવઠાએ તંત્રની પોલ ખુલી દીધી છે. દાહોદ શહેરના વિવિધ માર્ગો ઉપર લેવેલિનના અભાવે માનવ સર્જિત ખાબોચિયા ચાડી ખાતા નજરે પડી રહ્યા છે. ટાટા કન્સલ્ટન્સીના માર્ગદર્શનમાં રાજ શ્રી કન્સ્ટ્રકશન દ્વારા શહેરના વિવિધ માર્ગોને ડામરીકરણ કરવામાં આવ્યું છે. પરંતુ રોડ એન્જિનિયરિંગના સુપરવિઝનમાં ખામીના કારણે કમોસમી વરસાદમાં ઠેર ઠેર પડેલા ખાબોચિયા સોનાની થાળીમાં લોઢાની મેઘ સમાન જોવાઈ રહ્યા છે. વિવિધ માર્ગો પર પડેલા પાણીના ખાબોચિયાના લીધે આગામી સમયમાં રોડને પણ નુકસાન થશે. સ્માર્ટ સિટી મિશનમાં વપરાયેલા પૈસા પણ પાણીમાં જશે. અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેક્ટ જેમા જિલ્લા સમાહર્તા સહિત સ્માર્ટ સિટી ડેવલોપમેન્ટ કંપનીમાં ઉત્સાહ સાથે કામ કરી રહેલા અધિકારીઓ કર્મચારીઓની મહેનત પણ એળે જશે. તેવું જોવાઈ રહ્યું છે.પાણી ના ખાબોચિયામાંથી અવર-જવર કરતા રાહદારીઓ તેમજ વાહનચાલકોના કપડાં અને અને સામાન ગંદા પાણીમાં પલળી રહ્યું છે. દાહોદ લાઈવ ની ટીમે સહેલા વિવિધ રાજમાર્ગો પર ફરી ગણતરી કરતા એકલા ગોદી રોડ પર 34 જેટલા માનવસર્જિત પાણીના ખાબોચિયા મળી આવ્યા હતા. તેઓ જ હાલ શહેરના અન્ય વિસ્તારોમાં બનાવેલા રોડનું પણ છે.જેના લીધે રોડ અપગ્રેડેશનની કામગીરી બાદ સ્વચ્છ દેખાતા દાહોદમાં પાણી ભરેલા આ ખાબોચિયામાં ગંદકી નરી આંખે દેખાઈ આવે છે.જે સ્વચ્છતા સર્વેક્ષણ 2025 માં આડખીલી રૂપ સાબિત થઈ રહ્યો છે.હવે ચોમાસાની વિધિવત રીતે શરૂઆત થાય તે પહેલા દરેક વિસ્તારોમાં સર્વે કરી જે જગ્યાએ પાણીનો ભરાવો થઈ રહ્યો છે. પાણીનો નિકાલ નથી થઈ રહ્યો તે સ્પોટ આઇડેન્ટીફાઈ કરી સુવ્યવસ્થિત કામગીરી કરવામાં આવે તો ખરા અર્થમાં સ્માર્ટ સિટી મિશન સફળ ગણાશે.