Thursday, 26/12/2024
Dark Mode

દે.બારીયા તાલુકાના કાસટિયા ગામે એન્દના મેળામાં જાહેરનામાંના ભંગની કાર્યવાહી કરવા ગયેલી મામલતદારની ટીમ પર 200 થી વધુ લોકોના ટોળાંનો હુમલો: સરકારી ગાડીઓમાં તોડફોડ,જાનથી મારી નાખવાની ધાકધમકી આપી ધીંગાણું મચાવ્યું

May 14, 2021
        1280
દે.બારીયા તાલુકાના કાસટિયા ગામે એન્દના મેળામાં જાહેરનામાંના ભંગની કાર્યવાહી કરવા ગયેલી મામલતદારની ટીમ પર 200 થી વધુ લોકોના ટોળાંનો હુમલો: સરકારી ગાડીઓમાં તોડફોડ,જાનથી મારી નાખવાની ધાકધમકી આપી ધીંગાણું મચાવ્યું

જીગ્નેશ બારીયા :- દાહોદ 

દે. બારીયા તાલુકાના કાસટિયા ગામે એન્દના મેળામાં જાહેરનામાંના ભંગ બદલ કાર્યવાહી કરવા ગયેલા મામલતદારની ટીમ પર ટોળાએ કર્યોં હુમલો

સરકારી ગાડીઓની તોડફોડ કરી 80 હજાર ઉપરાંતનો નુકશાન પહોંચાડી સરકારી કર્મચારીઓને ગડદાપાટુનો માર મારી મારી નાખવાની ધમકી આપી ધીંગાણું મચાવ્યું: પોલીસ ફરિયાદ નોંધાઈ 

એન્દના મેળામાં 200 થી 300 માણસો ભેગા થયાં હોવાની બાતમીના આધારે સ્થળ પર પહોંચેલી ટીમ પર કરાયો હુમલો  

દાહોદ તા.૧૪

દેવગઢ બારીઆ તાલુકાના કાસટીયા ગામે એક ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં ગામમાં એન્દના મેળાના આયોજનમાં ૨૦૦ થી ૩૦૦ માણસોનું ટોળું ભેગું થયું હોવાની માહિતી દેવગઢ બારીઆના નાયબ મામલતદારને થતાં તેઓ રાત્રીના સમયે પોતાની ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયાં હતાં.જ્યાં જાહેરનામાનો સરેઆમ ભંગ જણાતાં કાર્યવાહી કરતાં હતાં. તે સમયે મેળામાં આવેલા ૨૦૦ થી ૩૦૦ ઈસમોના ટોળાએ મામલતદારની ટીમ પર હુમલો કરી, આજે તો તમોને જીવતા છોડવવાના નથી, તેમ મારી નાંખવાની ધમકીઓ આપી ટોળાએ સરકારી વાહનોની તોડફોડ કરી અંદાજે ૮૦,૦૦૦ નું નુકસાન પહોંચાડ્યું હતું. ટોળાએ નાયબ મામલતદાર સાથે આવેલ અન્ય કર્મચારીઓને ગડદાપાટ્ટુનો માર મારી ભારે ધિંગાણું મચાવતાં ટીમને સ્થળ પરથી રવાના થવું પડ્યું હતું.અને આ અંગે નાયબ મામલતદાર દ્વારા દેવગઢ બારીઆ પોલીસ મથકે ઉપરોક્ત ટોળા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે તમામના ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

 

ગત તા.૧૨મી મે ના રોજ કાસટીયા ગામે સુથાર ફળિયામાં રહેતાં ચંદુભાઈ ભલીયાભાઈ નાયક, કાંતીભાઈ ભલીયાભાઈ નાયક, મંગાભાઈ ભલીયાભાઈ નાયક તથા તેઓના સગા સંબંધીઓ મળી રાત્રીના અગીયારેક વાગ્યાના સમયગાળા દરમ્યાન અંદાજે ૨૦૦ થી ૩૦૦ વ્યક્તિઓ દ્વારા ગામમાં એન્દના મેળાનું આયોજન કર્યું હતું અને લોકો ઢોલ, નગારાના તાલે ઝુમી રહ્યાં હતાં. આ અંગેની જાણ દેવગઢ બારીઆના નાયબ મામલતદાર કેયરભાઈ જશુભાઈ રાણાને થતાં તેઓ પોતાની ટીમ સાથે રાત્રીના સમયે આ મેળામાં પહોંચી ગઈ હતી અને ત્યાં જાેતા સરેઆમ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ, માસ્ક વગર લોકો જાેવા મળ્યાં હતાં અને આ દ્રશ્યો જાેઈ જાહેરનામાનો ભંગ જણાતાં નાયબ મામલતદાર દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં આ ટોળુ એકદમ ઉશ્કેરાયું હતું અને તમો અમોને કોણ કહેવાળા, આજે તો તમોને જીવતાં છોડવવાના નથી, એકાદને તો પુરો કરી નાંખવાનો છે, તેમ કહી ટોળુ નાયબ મામલતદાર અને ટીમ તરફ ઘસી આવી ટીમના માણસો પર હુમલો કરી ગડપાટાટ્ટુનો માર માર્યાે હતો. ટોળાએ સરકારી ગાડીઓના કાચ તોડી તેમજ ગાડીની તોડફોડ કરી અંદાજે ૮૦,૦૦૦નું નુકસાન પહોંચાડી મોડી રાત્રીને ભારે ધિંગાણું મચાવતાં વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો.

આ સંબંદે દેવગઢ બારીઆના નાયબ મામલતદાર કેયુરભાઈ જશુભાઈ રાણા દ્વારા ઉપરોક્ત ટોળા વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે તમામ વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી ધરપકડના ચક્રોગતિમાન કર્યાં છે.

—————————————-

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!