
લીમખેડાના મોટીબાડીબારમાં લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરનાર બે વેપારીઓ સામે કાર્યવાહી…
દાહોદ તા. 5
“લીમખેડા તાલુકાના મોટીબાંડીબાર ગામે ગેરકાયદેસર લાયસન્સ વગર ફટાકડાનો સંગ્રહ કરી વેચાણ કરતા વેપારીઓની દુકાનો પર લીમખેડા પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીની ટીમોએ સંયુક્ત રીતે રેડ કરી બે વેપારીઓને લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા ઝડપી પાડ્યા હતા.
“બનાસકાંઠા જિલ્લાના ડીસામાં ફટાકડાની ફેક્ટરીમાં થયેલી દુર્ઘટનામાં 21 શ્રમિકોના મોત થયા હતા, જે ઘટના બાદ લીમખેડાનું વહીવટીતંત્ર સક્રિય બન્યુ હતું અને લીમખેડા તાલુકામા ગેરકાયદેસર ફટાકડાનુ વેચાણ કરતા વેપારીઓને ઝડપી પાડવા તપાસ શરુ કરવામા આવી છે.”
“લીમખેડા પ્રાંત કચેરી અને મામલતદાર કચેરીની સંયુક્ત ટીમે મોટીબાંડીબાર ગામમાં વિશેષ તપાસ અભિયાન હાથ ધર્યું હતું, જેમા નાયબ મામલતદારોએ ગ્રાહક બનીને દુકાનોમાં તપાસ કરી હતી, આ દરમિયાન બે વેપારીઓ લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતા પકડાઈ ગયા હતા. પકડાયેલા વેપારીઓમાં બુરહાન ઇસ્માઇલ અને રાધે ટેલિકોમના માલિકનો સમાવેશ થાય છે. તેમની પાસેથી ગેરકાયદેસર ફટાકડાનો સમગ્ર જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે.”
“પ્રાંત અને મામલતદાર કચેરીની ટીમે તાલુકામાં આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક કાર્યવાહી કરવાનું અભિયાન શરૂ કર્યું છે. આ તપાસ અભિયાન હેઠળ લાયસન્સ વગર ફટાકડાનું વેચાણ કરતી અન્ય દુકાનોની પણ તપાસ કરવામાં આવી રહી છે.