
બાબુ સોલંકી :- સુખસર
*ફતેપુરા તાલુકાના ઝાબપૂર્વ ગામે મામાના ઘરે રહેતા બાજરવાડાના 18 વર્ષીય ભાણાએ ગળે ફાંસો ખાતા મોત*
*યુવાનીના ઉંબરે આવેલ આશા સ્પદ યુવાને ગળે ફાંસો ખાઇ મોત વહાલુ કરતા મોસાળ સહિત પરિવારમાં અરેરાટી ફેલાઈ
સુખસર,તા.13
કુદરતી નિયમ છે કે જે જન્મે છે તેનું મૃત્યુ નિશ્ચિત છે.અને તેમાં કોઈ બે મત નથી.પરંતુ થોડા સમયથી સુખસર વિસ્તારમાં જાણે યમરાજા પેધા પડી ગયા હોય તેમ કુદરતી મોત કરતા કમોતના બનાવો વધી રહ્યા છે. પંથકમાં એક અણ બનાવની ચર્ચા થંભતી નથી ત્યાંજ બીજા અપ મૃત્યુ નો બનાવ બની રહ્યો છે.તેવી જ રીતે બુધવારના રોજ મામાના ઘરે આવેલા યુવાનીના ઉંબરે પહોંચેલા ભાણીયાએ ગળે ફાંસો ખાઈ મોત વહાલું કરી લેતા હાહાકાર મચી જવા પામ્યો છે.
જાણવા મળેલી વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ઝાબપૂર્વ ગામે ઝાલોદ તાલુકાના બાજરવાડા ગામના કોદા ફળિયામાં રહેતા સતિષભાઈ મુકેશભાઈ સંગાડા (ઉંમર વર્ષ.18) નાઓ ઝાબપૂર્વ ગામે મામાના ઘરે આવેલ હતો.ત્યારે કોઈ અગમ્ય કારણસર ગતરોજ મામાના ઘરે ધાબા વાળા પાકા મકાનમાં ભોયરા વાળા રૂમમાં હીચકા ખાવાના લોખંડના કડા સાથે દોરડું બાંધી ગળે ફાંસો ખાઈ લીધો હતો.જેના કારણે સતિષભાઈ સંગાડાનું મોત નીપજ્યું હતું.મૃતક યુવાને કયા કારણોસર ગળે ફાંસો ખાઈ મોત વહાલું કર્યું તે જાણવા મળ્યું નથી જ્યારે આ વાત યુવાનના બાજરવાડા ગામે જાણવા મળતા પરિવાર સહિત ગામમાં અને સગા-સંબંધીઓમાં અરેરાટી ફેલાઈ જવા પામી છે.
ઉપરોક્ત બાબતે મૃતક સતિષભાઈ સંગાડાના પિતા મુકેશભાઈ શકરીયાભાઈ સંગાડા નાઓએ સુખસર પોલીસ સ્ટેશનમાં જાહેરાત આપતા પોલીસે અકસ્માત મોત અન્વયે ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે.