
રાજેશ વસાવે :- દાહોદ
ભાજપા દાહોદ જિલ્લા પ્રમુખ તરીકે સ્નેહલ ધરીયાનુ નામ જાહેર થતાં વધામણાંનો વરસાદ, સમર્થકોએ ફટાકડા ફોડી મો મીઠું કરાવ્યું…
દાહોદ તા.06
ગુજરાતભરમાં આજે બીજેપી હાઈ કમાન્ડ દ્વારા ગુજરાતના તમામ જિલ્લા પ્રમુખ અને શહેર પ્રમુખના નામની મહોર મારી એક પછી એક જાહેરાત કરવાની શરૂ કરી હતી.ત્યારે બપોરના સમયે ઓચિંતિ એક યાદી વાયરલ થતા જ ખળભળાટ મચી જવા પામ્યો હતો.જેમાં દાહોદ જિલ્લા પ્રમુખ તરીકે સ્નેહલ ધરીયાનુ જાહેર થતાં તેમના સમર્થકો અને કાર્યકરો દ્વારા વધામણાંની વરસાદ શરૂ થઈ હતી. તેમના નિવાસ સ્થાને શુભેચ્છકો અવરજવર શરુ થઈ હતી.મોઢું મીઠું કરાવી હાર ફૂલ પહેરાવી તેઓને અભિનદન પાઠવવામાં આવ્યા હતા અને તેમજ ફટાકડા ફોડી ખુશી વ્યક્ત કરી હતી.
લીમખેડાના વતની અને દાહોદના પ્રખ્યાત દરિયા ફાર્મ નર્સરીના માલિક સ્નેહલ ધરિયાએ દાહોદ જિલ્લામાં સંગઠન પર્વમાં જિલ્લા પ્રમુખ તરીકે ઉમેદવારી કરી ત્યારથી જ તેમનું નામ મોખરે ચાલી રહ્યું હતું.કારણે કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રચારક તરીકેના કાર્યકાળમાં તેઓએ તેમની ટીમમાં કામ કર્યું હતું.
અને તેઓ તેમના ખૂબ નજીક ગણાતા હતા.એટલુજ નહીં ગૃહમંત્રી અમિત શાહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ પટેલ બંનનેના ગુડ બુકમાં હતા.ત્યારે શરૂઆતથી જ જિલ્લા પ્રમુખની રેસમાં આગળ રહેલા સ્નેહલ ધરીયાનો જન્મ 26/07/1967 માં દેવગઢ બારિયા માં થયો હતો. વિદ્યાર્થી કાળથી તેઓ RSSમાં સ્વંય સેવક રહ્યા હતા.અને યુવા કાળમાં તેઓ બજરંગ દળના પંચમહાલ જિલ્લા પ્રમુખ તરીકે અને 1990માં લીમખેડાના VHP પ્રમુખ તરીકે પણ કામગીરી કરી. સાથે સાથે પંચમહાલમાં યુવા મોરચાના મંત્રી તરીકે રાજકીય કારદીર્દી શરુ કરી હતી.
38 વર્ષના રાજકીય કારકિર્દીમાં તેઓએ વિવિધ પદ પર પદભાર સંભાળ્યુ હતું.બીજેપી સ્થાપના થઇ ત્યારથી લીમખેડા તાલુકા પ્રમુખ તરીકે સેવા આપી હતી.1995માં પંચમહાલમાથી દાહોદ જિલ્લો છૂટો પડ્યા બાદ 1995 થી 1998 સુધી દાહોદ અને દેવગઢ બારિયા તાલુકા પ્રભારી તરીકે કામગીરી કરી હતી.અને 1998 થી અત્યાર સુધીમાં તમામ જિલ્લા પ્રમુખ સાથે જિલ્લાની કોર ટીમમાં મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી છે. શરૂઆતથી જ સૌમ્ય અને સરળ સ્વભાવના સ્નેહલભાઈ સંગઠનમાં તમામ જોડે તાલમેલ જાળવી સાથે કામ કર્યું છે.હવે દાહોદ જિલ્લા પ્રમુખ તરીકે સ્નેહલ ધરીયાને મહત્વપૂર્ણ જવાબદારી મળી છે.તેમના નેતૃત્વમાં આગામી એકાદ મહિનામાં વડાપ્રધાન મોદીના દાહોદ પ્રવાસ સમયે આગળ પડતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દાહોદ પ્રવાસને યાદગાર બનાવવું પડશે. તેમજ આવતા વર્ષે નગરપાલિકા દાહોદ,તાલુકા જિલ્લા પંચાયત,27માં વિધાનસભા અને 29માં લોકસભા ચૂંટણી સ્નેહલ ધરીયાના નેતૃત્વમાં લડાશે.જોકે અત્યારે તો દાહોદ જિલ્લામાં તમામ તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો, નગરપાલિકા ધારાસભ્યો બીજેપીના છે. પરંતુ આવનાર સમયમાં દાહોદ જિલ્લામાં બીજેપીને દાહોદ જિલ્લામાં પ્રચંડ બહુમત મળે તે માટે જિલ્લાની ટીમને સાથે રાખી કામ કરવાની જવાબદારી મળી છે.તેને વધુ સારી રીતે નિભાવશે તેવું લાગી રહ્યું છે.