
મહાશિવરાત્રીની ઉજવણી:સિંગવડમાં રત્નેશ્વર મહાદેવ તેમજ ભમરેચી માતાના મંદિરે ભક્તોનો કીડિયારો ઉભરાયો.
સિંગવડ કબૂતરી નદીના કિનારે રત્નેશ્વર મહાદેવ મંદિર તથા ભમરેચી માતાના મંદિરે શિવરાત્રી ને લઈને ભક્તોની ભીડ જામી હતી .
સિંગવડ તા. 26
સિંગવડ કબૂતરી નદીના કિનારે રત્નેશ્વર મહાદેવ મંદિર તથા ભમરેચી માતાના મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ શિવરાત્રીનો મેળો ભરાયો હતો જ્યારે આ મેળામાં ભક્તો દ્વારા મા ભમરેચી તથા રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા લોકોની ભીડ જામી હતી જ્યારે સાથે સાથે મેળામાં રમકડા શેરડી તથા અન્ય વસ્તુઓનો લોકોએ ખરીદી કરી હતી જ્યારે શિવરાત્રીના દિવસે ભક્તો દ્વારા ખજૂર તથા શક્કરિયા લઈ જઈને લોકો ખાતા હોય છે જ્યારે શિવરાત્રીના દિવસે ભક્તો દૂર દૂરથી રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા આવતા હોય છે અને ધન્યતા અનુભવતા હોય છે જ્યારે સિંગવડ ખાતે શિવરાત્રીનો મેળો ભરાતો હોય છે તો આ મેળામાં ભક્તો દ્વારા રત્નેશ્વર મહાદેવ મંદિર ખાતે હર હર ભોલે બમ બમ ભોલે ના નાદ સાથે મંદિરો ગાજી ઉઠ્યા હતા અને ભક્તોની લાંબી લાઈન લાગી હતી જ્યારે રત્નેશ્વર મંદિર ની આજુબાજુ નું વાતાવરણ ભક્તિમય બન્યું હતું. જ્યારે ભક્તો દ્વારા રત્નેશ્વર મંદિર તથા ભમરેચી માતા મંદિરે નારિયેળ વધારવામાં આવતું હોય છે ભક્તો દ્વારા બજારમાંથી અવનવી વસ્તુઓની ખરીદી કરતા હોય છે શિવરાત્રીના દિવસે રત્નેશ્વર મંદિર ખાતે મહારાજ દ્વારા ભાંગની પ્રસાદી પણ બનાવવામાં આવતી હોય છે અને ભક્તો ભાંગની પ્રસાદી લેતા હોય છે જ્યારે સાંજે ભંડારાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે અને રાત્રે ભજન કીર્તનની પણ રમઝટ જામતી હોય છે જ્યારે રણધીપુર પોલીસ દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.