
કલ્પેશ શાહ :-સિંગવડ
સિંગવડના ના પતંગડી ગામેથી મહાકાય અજગરનું રેસ્ક્યું…
સિંગવડ. 25
સિંગવડ તાલુકાના પતંગડી ગામેથી રહેણાંક વિસ્તારમાં અજગર દેખાતા વન વિભાગને જાણ કરતા વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.. સિંગવડ તાલુકાના પતંગડી ગામે પટેલ રંગીતભાઈ અંદરૂભાઈ ના ઘર પાસે રહેણાંક વિસ્તારમાં અજગર દેખાતા આજુબાજુના લોકો દ્વારા વન વિભાગને જાણ કરાતા રણધીપુર રેન્જ ફોરેસ્ટ ઓફિસના જે.પી ડામોર તથા નિલેશભાઈ તથા સ્ટાફને સાથે રાખીને પતંગડી ગામે પહોંચી જય ખેતરમાં અજગર હોય તે જે.પી ડામોર તથા નિલેશભાઈ અને સ્ટાફ દ્વારા અજગરને પકડીને જંગલ વિસ્તારમાં સહી સલામત મુક્ત કરવામાં આવ્યું હતું જ્યારે સિંગવડ તાલુકામાં આ વખતે ઘણી જગ્યાએથી અજગર નીકળવાના બનાવો બન્યા હતા અને રણધીપુર રેન્જ દ્વારા અજગારો ને રેસ્ક્યુ કરીને સહી સલામત છોડવામાં આવ્યા હતાં.