
કલ્પેશ શાહ:- સિંગવડ
સિંગવડમાં નવીન બસ સ્ટેશન બનાવવા અંગે તાલુકા કોંગ્રેસનું ટીડીઓને આવેદન… સતત ૩૦ વર્ષ ની સત્તામાં વિકાસની વણઝાર ના બણગા ફૂંકતી સરકારમાં સીંગવડ તાલુકાની જનતા બસ સ્ટેન્ડ વિહોણી:- કોંગ્રેસ
લગભગ ૭૧ ગામડા ધરાવતો અને આદિવાસી બાહુલ્ય વસ્તી ધરાવતો સીંગવડ તાલુકો હજી પણ બસસ્ટેન્ડ વિહોણો છે.
સિંગવડ તા.25
સીંગવડ તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ રમશુભાઈ હઠીલાંના નેતૃત્વમાં સીંગવડ કોંગ્રેસ દ્વારા તાલુકા વિકાસ અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી યુવા નેતા જયેશ સંગાડાએ જણાવ્યું કે સીંગવડ તાલુકાની જનતા બસ સ્ટેન્ડના અભાવે પીડાઈ રહી છે સ્થાનિક જનતા રોજગારીના અભાવે ગુજરાતના ખૂણે ખૂણે મજૂરી કરવા મજબૂર બની છે.સ્થાનિક બસ સ્ટેન્ડ ન હોવાથી જનતાને વાહન વ્યવહાર માટે 19 કિમી દૂર પીપલોદ અથવા તો 14 કિમી દૂર સંજેલી સુધી જવું પડે છે સ્થાનિક જીતેલા ધારાસભ્ય કે વિપક્ષના હારેલા એક પણ ઉમેદવારને સ્થાનિક જનતાની પીડા દેખાતી ન હોય એમ લાગે છે મોંઘીદાટ ગાડીઓમાં ફરતા નેતાઓ ને જાણે ગરીબ જનતાની કોઈ પરવાહ હોય એમ લાગતું નથી. બે બે ટર્મના ધારાસભ્ય જાણે વિધાનસભામાં ફ્ક્ત હાજરી ભરાવવા જતા હોય એમ લાગે છે . દાહોદ
સમગ્ર ગુજરાતમાં એસટી નિગમને સહુથી વધુ નફો રળી આપતો જિલ્લો છે. છતાં સરકાર જાણે ઊંઘમાં હોય એમ લાગે છે.
તાત્કાલિક ધોરણે આ સ્થાનિક જનતા ની માંગ પૂર્ણ કરવામાં આવે અન્યથા કોંગ્રેસ પાર્ટી દ્વારા મજબૂરી વસ સ્થાનિક જનતા સાથે રાખી ગાંધી ચિંઘ્યા માર્ગે આંદોલન કરવું પડશે.
ઉપસ્થિત રહેલ સંજેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ દિનેશભાઈ તાવિયાડ જણાવ્યું કે હાલ સંજેલી થી સીંગવડ થઈ બારિયા જતી ફ્ક્ત એકજ બસ આખા દિવસમાં આવે છે વધુ બસો ફાળવવા દિનેશભાઈ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.