
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા નેશનલ હાઇવે પર કાર ચાલકે બે બાઈક સવાર ને ઉડાવ્યા:બન્નેના મોત..
ગરબાડા તા. ૨૪
ગરબાડા દાહોદ નેશનલ હાઈવે ગતરોજ વચ્ચે એક ગોઝારી ઘટનામાં બે બાઈક સવારના કમ-કમાટી ભર્યા મોત નિપજ્યા હતા.જેમાં દેવધા ગામમાં ગત સાંજે એક મારુતિ કારએ ગરબાડા તરફથી કામ પતાવી પરત આવતા દાહોદના છાપરી ગામના જયેશકુમાર કેશુભાઈ પરમાર પોતાની હોન્ડા મોટરસાયકલ GJ.20.M.8861 લઈ પરત પોતાના ઘરે જઈ રહ્યા હતા.તે સમયે એક મારુતિ કંપનીની ગાડી પાછળથી ટક્કર મારી જયેશભાઈ ને બાઈક પરથી પાડી ઢસડી ગયો હતો.જ્યાં જયેશભાઈ ને ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે તેમનું કમ કમાટીભર્યું મોત નિપજયું હતું. આજ કાર ચાલકે ટક્કર મારી ભાગવા જતા બે કિલોમીટર દૂર દેવધા ખાન નદીના પુલ પાસે દાહોદ તરફથી પોતાની મોટરસાયકલ લય પરત આવતા અને મહિન્દ્રા શોરૂમમાં નોકરી કરતા પાંચવાડા ગામના સંજયભાઈ રાજુભાઈ ચૌહાણને પણ અડફેટે લીધા હતા. ઇજાગ્રસ્ત રાજુભાઈ ને માથામાં ગંભીર ઈજાઓ થતા તેમનું પણ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.આ કાર ચાલક બંને મોટરસાયકલ સવાર ને અડફેટે લઈ ભાગી છૂટ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર આ કાર દાહોદ આસારામ આશ્રમ પાછળ સોસાયટીમાંથી કબજે લીધી હતી. કારચાલક દ્વારા ગાડી ના નંબર પ્લેટ તોડી અને તેના પર કવર ચડાવી જાણે કશું બન્યું ના હોય તેમ ત્યાંથી ભાગી છુટ્યો હતો. આ કાર ચાલક ગરબાડા બસ સ્ટેશન વિસ્તારમાં અમરદીપ મોબાઈલ નામની દુકાન ચલાવતો હોવાનું પણ જાણવા મળ્યું હતું. પોલીસ દ્વારા પોકેટ કોપ મા વાહન સર્ચ કરતા વાહન માલિકનું નામ અમરભાઈ ગણપતભાઈ પંચાલ ચંદવાણા ના હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું. હાલ પોલીસ દ્વારા વાહન ચાલકને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે સમગ્ર ઘટનાની ફરિયાદ બન્ને મૃતકોના સ્વજન દ્વારા ગરબાડા પોલીસ મથકે નોંધવામાં આવી હતી..