રાજેશ વસાવે :- દાહોદ
*નવજીવન સાયન્સ કોલેજ, દાહોદ IQAC અને Indian Air Force દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું*
દાહોદ તા. ૧૯
નવજીવન સાયન્સ કૉલેજ દાહોદ IQAC અને Indian Air Force દ્વારા કારકિર્દી માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ દરમ્યાન મોટાભાગના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં વિંગ કમાન્ડર મેકમિલન જી.જી. દ્વારા વિદ્યાર્થીઓને ભારતીય વાયુ સેના અને તેમાં કારકિર્દી વિશે વિસ્તાર પૂર્વક માર્ગદર્શન આપ્યું હતુ.
વિંગ કમાન્ડરની ટીમ દ્વારા વિદ્યાર્થીઓને Induction Publicity Exhibition Vehicle બસ બતાવીને તે માટેની સમગ્ર સમજણ આપી હતી. જેમાં વિવિધ ફાઈટર એરક્રાફ્ટ, એરક્રાફ્ટ સ્ટીમયુલેટર હેલિકોપ્ટર વગેરે મોડલની સમજ આપી હતી.
આ કાર્યક્રમ કોલેજના કાર્યકારી આચાર્ય ડૉ. ગૌરાંગ ખરાદીના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું.
૦૦૦