ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુરમાં પી.એમ.પોષણયોજના સેન્ટ્રલાઈઝ કીચનની યોજનાના વિરોધમાં ભારતીય મજદૂર સંઘનાં નેજા હેઠળ મધ્યાહન ભોજનના કર્મચારીઓનું મામલતદારને આવેદન…
સંતરામપુર તા. ૩૦
મહીસાગર જિલ્લામાં પ્રાથમિક શાળાઓમાં બાળકોને પી.એમ.ષોષણયોજના હેઠળ સેન્ટ્રલાઈઝ કીચન ઉભું કરીને તૈયાર પોષ્ટીક આહાર ભોજન શાળા ઓમા પહોંચાડવા નું સરકાર દ્વારા આયોજન કરાઈ રહેલ હોઈ ને આ કીચન માટે જરૂરી જગ્યા નુ સ્થળ પણ રાણીજીનીપાદેડી નક્કી કરી ને તે માટે ની સરકારી જમીન પણ ષસંદ કરી દેવાઈ હોવાનું ચચૉઈ રહેલ છે.તયારે આ સેન્ટ્રલાઈઝ કીચન ની યોજના સામે મદયાહન ભોજન યોજનામાં કામગીરી કરતાં કમૅચારીઓ માં વ્યાપક વિરોધ જોવા મળે છે.અને તેના પરિણામ સ્વરૂપે સંતરામપુર તાલુકાના 294 મદયાહન ભોજન કેન્દ્રો પર ફરજ બજાવતા કુલ 832 સંચાલકો.હેલપર ને રસોઇયા ઓદ્વારા એકત્રિત થ ઈ ને ભારતીય મજદૂર સંઘ નાં નેજા હેઠળ આજરોજ પી.એમ.પોષણયોજના સેન્ટ્રલાઈઝ કીચનની યોજના સામે પોતાનો વિરોધ દર્શાવી ને વરસો જુની ચાલી રહેલ મદયાહન ભોજન યોજના ચાલુ રાખવા ની માંગ સાથે મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું ને પી.એમ.પોષટીક આહાર સેન્ટ્રલાઈઝ કીચન ની યોજના અમલમાં મુકવામાં ના આવે તેવી માંગ કરીને જો કેન્દ્ર મદયાહન ભોજન નાં બંધ કરી ને સેન્ટ્રલાઈઝ કીચન ની યોજના હેઠળ તૈયાર ભોજન શાળા માં મોકલાય તો મદયાહન ભોજન કેન્દ્રો પર ફરજ બજાવતા માનદ વેતન મેળવતાં ગરીબ સંચાલકો.હેલપરો.ને રસોઈઆઓ ની આજીવિકા છીનવાઈ જાય ને આ કમૅચારીઓ બેકારીના ખપ્પરમાં હોમાઈ જાય તેવી પરિસ્થિતિ પેદા થાય તેમ હોઈ ને આ કેન્દ્રો માં વિધવા મહિલાઓ ને ત્યકતા બહેનો પણ રોજગારી મેળવે છે જેમની રોજી છીનવાઈ જાય તેમ હોઈ આ પી.એમ.પોષણ આહાર સેન્ટ્રલાઈઝ કીચન ની યોજના પડતી મુકવાની ઉગ્ર માગણી કરતાં જોવાં મળતાં હતાં.જોકે મામલતદાર સંતરામપુરે આ કમૅચારીઓ ની રજૂઆત ને માંગણી ઓને શાંતિ થી સાંભળીને તેઓનું આવેદનપત્ર જીલ્લા કલેકટર ને મોકલી આપી ધટતુ કરવાની હૈયાધારણા આપી હતી. આ સમગ્ર મહીસાગર જિલ્લામાં ને પંચમહાલ જિલ્લામાં આ સેન્ટ્રલાઈઝ કીચન ની યોજના સામે મદયાહન ભોજન યોજના નાં કમૅચારીઓ નો ભારે રોષ ને વિરોધ ઉઠી રહેલ જોવા મળે છે.તયારે રાજય સરકાર આ કમૅચારીઓ ની રોજીરોટી છીનવાઇ જાય નહીં તે માટે કમૅચારીઓ નાં હિતમાં જુની મદયાહન ભોજન યોજના જ ચાલુ રાખવામાં આવે તેમ ઈચછી રહેલ છે